જામનગર, જામનગરમાં એડવોકેટ હારૂન પાલેજાની હત્યાએ ચકચાર જગાવી હતી. આ હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીઓમાં પૂર્વ કોર્પોરેટર ઉમર ચમડીયા, રજાક સોપારી અને સબીર ચમડીયાનો સમાવેશ થાય છે.એડવોકેટ હારૂન પાલેજા હત્યા કેસમાં અત્યાર સુધીમાં પોલીસ ૧૪ આરોપીની ધરપકડ કરી ચુકી છે.
હાલમાં પકડાયેલા ત્રણ આરોપીને પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા. જેમાં કોર્ટે તેમના ત્રમ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ કેસમાં હજી એક આરોપી ફરાર છે જેની પોલીસ સોધ ચલાવી રહી છે.