હૈદરાબાદ,લોક્સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે ૧૯ એપ્રિલથી મતદાન શરૂ થશે. જેને જોતા રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. નેતાઓના પક્ષ બદલવાથી લઈને રાજકીય નિવેદનો સુધીનો સિલસિલો ચાલુ રહે છે.
ત્યારે હૈદરાબાદના ભાજપના ઉમેદવારે ઓવૈસીને લઇને ફરી એકવાર પ્રહાર કર્યા છે. હૈદરાબાદથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માધવી લતાએ તેલંગાણાના હૈદરાબાદમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. તે દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન વડા અસદુદ્દીન ઓવૈસી પર આકરા પ્રહાર કર્યા હતા.
માધવી લતાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે ધરતી પર જન્મ લેનારા દરેકનો હક છે કે તેને ઘર, સ્વાસ્થ્ય અને શિક્ષણ મળવું જોઇએ. આ લોકોના બાળકો કેમ ન ભણે ? દરેક પ્રકારની સુવિધાઓ મળવી જોઇએ જે અમીર લોકોને મળે છે. આ લોકોને હું તેમનો હક અપાવીને જ રહીશ તેમ પણ જણાવ્યું હતું. મહત્વનું છે કે હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ ભાજપે માધવી લતાને મેદાને ઉતાર્યા છે.
તેમણે કહ્યું કે અસદુદ્દીનજી ત્રિપલ તલાકની વિરુદ્ધમાં મત આપવા ઇચ્છતા હતા તેનો મતલબ છે કે ઓવૈસી હિંદુ હોય કે મુસ્લિમ મહિલા. તેઓ મહિલાઓ પ્રત્યે મર્યાદા જાળવતા નથી. તેઓ મહિલાઓને આગળ વધવા નહી દે. તેઓ જ્યાં સુધી પોલિટિક્સમાં છે ત્યાં સુધી અસદુદ્દીનજી જેવા લોકો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મહિલાઓની મર્યાદા આગળ નહી વધે. મહિલાઓ પોતાના કરિયર અને શિક્ષણમાં પણ આગળ નહી વધે.