- કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યું, મધ્યપ્રદેશ માં બોલ્યા પીએમ મોદી
મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશ માં ચાર તબક્કામાં લોક્સભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષોએ પ્રથમ તબક્કાની સાથે બીજા તબક્કાની બેઠકો પર ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી રવિવારે બીજા તબક્કાની હોશંગાબાદ બેઠકના પિપરિયામાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે.
પીએમ મોદીએ બાબા સાહેબને યાદ કરત કહ્યું કે મહુમાં તેમનું ઘર છે. જે અહીથી નજીક છે. તેઓ દેશ વિદેશમાં જ્યાં પણ રહ્યા તે સ્થાનોને પંચ તીર્થના રૂપમાં વિકસિત કરવાનું સૌભાગ્ય ભાજપા સરકારને મળ્યુ છે. જે સન્માન કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય આપ્યું નથી. તે સન્માન કરવાનું સૌભાગ્ય અમને મળ્યુ. કોંગ્રેસ જેવી પાર્ટીઓએ બાબા સાહેબને અપમાનિત કરવાનું કામ કર્યું . તેમણે જે સંવિધાન બનાવ્યુ તેના કારણે જ ગરીબ માતાનો દીકરો મોદી, તમને ત્રીજી વાર સેવા કરવા માટે આશીર્વાદ માંગે છે. તેમના સંવિધાનને કારણે જ દેશના રાષ્ટ્રપતિ આદિવાસી પરિવારની દીકરી છે. જે સમાજને સૌથી અંતમાં પૂછવામાં આવ્યુ જેને અંતિમ રાખવામાં આવ્યો તે સમાજની દિકરી આજે રાષ્ટ્રપતિ છે. બાબા સાહેબને અમે વિચારોથી સિમિત નથી રાખ્યા. પરંતુ આધુનિક ભારતમાં તેમના યોગદાનને નવી ઓળખ આપી છે. મોબાઇલથી ડિઝિટલ પેમેન્ટ યોજના છે તેનું નામ ભીમ યુપીઆઇ છે. જે અમે બાબા સાહેબના નામ પરથી જ નામ રાખ્યું છે.
તેમણે વધુમાં વિપક્ષ પર નિશાનો સાધતા કહ્યું કે આઝાદીના દશકો સુધી કોંગ્રેસના એક જ પરિવારે રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવી છે. આ પરિવારે દેશમાં ઇમરજન્સી લગાવી. કોંગ્રેસે દેશભરમાં લોક્તાંત્રિક સરકારોને જ્યારે મરજી હોય ત્યારે પત્તાની મહેલની જેમ પાડી દેતી.કોંગ્રેસે પોતાના હિસાબે ઇતિહાસને તોડ્યો મરોડ્યો અને પોતાની મરજી મુજબ લગાવ્યો. પોતાનો જ મહિમા વર્ણવ્યો. કોંગ્રેસ અફવા ફેલાવવા લાગી કે મોદી આવ્યા છે સંવિધાન અને લોક્તંત્ર પર ખતરો ઉભો થશે. જે બાદ પીએમ મોદીએ કહ્યું કે બાબા સાહેબના સંવિધાનને કારણે જ મોદી અહીંયા ઉભા છે.
તેમણે વધુમાં વિપક્ષને આડેહાથે લેતા જણાવ્યું કે હવે તો શાહી પરિવાર ધમકી આપી રહ્યો છે કે મોદી ત્રીજી વખત ચૂંટાઇને આવશો તો આગ લાગી જશે. ૨૦૧૪માં પણ તેઓ બોલતા હતા પણ શું આગ લાગી ? ૨૦૧૯ માં પણ બોલતા હતા શું આગ લાગી ? રામમંદિર વખતે પણ બોલતા હતા, પણ શું આગ લાગી ? કોંગ્રેસ દેશને ડરાવવાનું , ગભરાવવાનું અને ભ્રમ ફેલાવાનું કામ કરી રહી છે. પણ આગ દેશમાં નહી તેમના દિલમાં લાગી છે. દિલ અને દિમાગમાં એટલી આગ લાગી છે કે તેઓ અઁદરથી જ બળી રહ્યા છે. આ જલન કંઇ મોદીને કારણે નથી. ૧૪૦ કરોડ દેશવાસીઓનો પ્રેમ જોઇને તેઓ બળી રહ્યા છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.