નવીદિલ્હી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પોતાના કાફલા પર પથ્થરમારો થતાં ઘાયલ થઈ ગયા છે. આજે ચૂંટણી પ્રચાર દરમ્યાન મેમંથા સિદ્ધમ બસ યાત્રા પર પથ્થરમારો થયો હતો. સીએમ વાઈએસ જગનના માથા પર ઈજા થઈ છે. જ્યારે તેમની બાજુમાં ઉભેલા ધારાસભ્ય વેલ્લમપલ્લીની જમણી આંખમાં ઈજા થઈ છે. હાલમાં તેઓ ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડી તે સમયે ઘાયલ થઈ ગયા, જ્યારે તેઓ મેમંથા સિદ્ધમ બસ યાત્રા સાથે વિજયવાડાથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા શખ્સે ગુલેલથી પથ્થર ફેંકીને તેમને ટાર્ગટ કરવાની કોશિશ કરી હતી.
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને સિંહનગરમાં વિવેકાનંદ સ્કૂલ કેન્દ્ર નજીક આ દુર્ઘટના થઈ હતી. તેની જમણી બાજુથી આ હુમલો થયો હતો. જેના કારણે તેમની માથામાં ઈજા થઈ છે. જો કે મુખ્યમંત્રી ભાગ્યશાળી નીકળ્યા અને તેમને આંખથી બસ થોડી દૂર વાગ્યું છે. સીએમ જગનની બાજુમાં ઊભેલા ધારાસભ્યની આંખમાં ઈજા થઈ છે. ઘટનાના સમયે જગન રેડ્ડી જનતાને હાલ ઊંચા કરી અભિવાદન જીલી રહ્યા હતા. તેમને તાત્કાલિક બસમાં લઈ જવામાં આવ્યા અને ડોક્ટર્સ પાસે લઈ ગયા. તેમની સારવાર બાદ જાહેરાત કરાઈ છે કે તેઓ ખતરામાંથી બહાર છે.