અમદાવાદ,
એઆઇએમઆઇએમના પ્રમુખ અસરુદ્દીન ઓવૈસી અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સો દ્વારા વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામા આવ્યો હોવાનો દાવો એઆઇએમઆઇએમના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે પશ્ચિમ રેલ્વેની વડોદરા જીઆરપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં તેમણે ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની વાતને નકારી કાઢી છે અને જણાવ્યું કે ટ્રેનની સ્પીડના કારણે કેટલાક પથ્થરો ઉડીને ટ્રેનના કાચ પર ટકરાયા છે. જેથી કાચ પર તિરાડ પડી ગઈ છે.
એઆઇએમઆઇએમ નેતા ઓવૈસી સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપીને જણાવ્યું હતું કે મોરબી બ્રિજ ઘટના અંગે સરકાર જવાબદારી લે. વધુમાં ભાજપ પોતાની ભૂલ છુપાવવા કોમન સિવિલ કોડ લાવ્યું હોવાનો પણ ઓવેસીએ આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે ગરબા પર પથ્થર ફેકવવાળા ને જાહેરમાં મારવામાં આવે છે તો બીલક્સિ બાનુંમાં આરોપી છૂટી ગયા તો મહિલા ક્યાં સુરક્ષિત છે. તેવો સવાલ પણ ઊઠાવ્યો હતો.