દાહોદ, દાહોદના વણભોરી ગામે પાણઈ પુરવઠાના કુવામાં ન્હાવા પડેલા સગીર વયનો બાળક ડુબી જતાં સ્થાનીક ગ્રામજનોએ ફાયર બ્રિગેડની મદદ લઈ કુવાના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા સગીર વયના બાળકની શોધખોળ આદરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના બોરવાણી ગામે માવી ફળિયામાં રહેતાં ભીખાભાઈ નારસિંગભાઈ માવીના સગીર વયનો પુત્ર ગામના પાણી પુરવઠા યોજના અંતર્ગત આવેલા કુવામાં બપોરના સમયે ન્હાવા પડતા ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. જે દરમ્યાન આ બાળકની સાથે રહેલા અન્ય બાળકોએ બાળકના પરિવારજનોને જાણ કરતાં બાળકના પરિવારજનો તેમજ ગ્રામજનો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને સ્થાનીક તરવૈયાઓની મદદથી બાળકને શોધવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ તે નિરર્થક નિવડતા આખરે ગ્રામજનોએ દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને લાંબા સમય સુધી કુવાના પાણઈમાં ગરકાવ થઈ ગયેલ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ સમાચા લખાય છે. ત્યાં સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટના સંદર્ભે સ્થાનીક પોલીસ પણ ઘટના સ્થવે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અત્યાર સુધી બાળકને શોધવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.