દાહોદ જીલ્લામાં લોકસભા ચુંંટણી માટે પ્રથમ દિવસે 16 ઉમેદવારો દ્વારા 50 ફોર્મનો ઉપાડ થયો

દાહોદ, લોકસભા 2024ની ચુંટમીનું કાઉન્ટ ડાઉન શરૂં થઈ ગયું છે. જેના પગલે આજથી ચુંટણી પ્રક્રિયાની શરૂઆત થતાં લોકસભાની ચુંટણી લડવા માંગતા ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે 16 ઉમેદવારો દ્વારા 50 જેટલા ફોર્મ લીધાં હોવાનું મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા જાણવા મળેલ છે.

લોકસભા 2024ની ચુંટણી પંચનું જાહેરનામુ તથા ચુંઠણી નોટીસ બહાર પાડવાની તા.12 એપ્રિલ 2024 રાખવામાં આવી હતી. જેમાં ગતરોજથી ચુંટણી પ્રક્રિયા શરૂં થતાં ઉમેદવારોને ફોર્મમાં વિતરણ કરવાની કામગીરી ચુંટણી અધિકારી દ્વારા નિયત કરેલ કચેરી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે વિવિધ પક્ષોના 16 જેટલા ઉમેદવારોએ 50 જેટલા ફોર્મ ઉપાડ્યાં હતાં. જેમાં બહુજન સમાજ પાર્ટીના 02 ઉમેદવારો દ્વારા 06 ફોર્મ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 03 ઉમેદવારો દ્વારા 12 ફોર્મ, ભારતીય જનતા પાર્ટીના 02 ઉમેદવારો દ્વારા 08 ફોર્મ, ભારતીય જન સન્માન પાર્ટીના 01 ઉમેદવાર દ્વારા 02 ફોર્મ, ભારતીય આદિવાસી પાર્ટીના 01 ઉમેદવાર દ્વારા 04 ફોર્મ, ભારતીય જન સન્માન પાર્ટીના 01 ઉમેદવાર દ્વારા 02 ફોર્મ, ભારતીય નેશનલ જનતા દળના 01 ઉમેદવાર દ્વારા 02 ફોર્મ, જનસંઘના એક ઉમેદવાર દ્વારા 02 ફોર્મ, સાથ સહકાર વિકાસ પાર્ટીના 01 ઉમેદવાર દ્વારા 03 ફોર્મ તથા અપક્ષના ચાર ઉમેદવારો દ્વારા 11 ફોર્મનો ઉપાડ થતાં ઉમેદવારી પત્ર ભરવાના પહેલા દિવસે વિવિધ 16 જેટલા ઉમેદવારોએ 50 જેટલા ફોર્મનો ઉપાડ કર્યો છે ત્યારે ઉમેદવારી પત્રો તારીખ 12 એપ્રિલ 2024થી તારીખ 19 એપ્રિલ 2024 (જાહેર રજાના દિવસો સિવાય) સુધીમાં (સવારે 11.00થી બપોરે 03.00 દરમ્યાન) રજુ કરી શકાશે. ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચુંટણી અધિકારી અને કલેક્ટર, દાહોદને કલેક્ટર કચેર, જીલ્લા સેવા સદન, દાહોદ ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, દાહોદને પ્રાંત કચેરી, ગડી ફોર્ટ, દાહોદ ખાતે ઉમદવારી પત્રો રજુ કરી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 20 એપ્રિલ 2024ના રોજ જીલ્લા ચુંટણી અધિકારી સમક્ષ કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024, મતદાન તારીખ 04 મે 2024ના રોજ સવારે 07 થી સાંજે 06 વાગ્યા સુધી રહેશે.