દાહોદ, દાહોદ તાલુકાના રળીયાતી સાસીવાડ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા 07 જુગારીઓ પૈકી પોલીસે 03 જુગારીઓને રોકડા રૂપીયા10,340ની રોકડ રકમ સાથે ઝડપી પાડી જ્યારે ફરાર અન્ય જુગારીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળે છે.
ગત તા.12મી એપ્રિલના રોજ દાહોદ શહેરના રળીયાતી સાસીવાડ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે પૈસાથી રમાતા હારજીતના જુગારના અડ્ડા પર પોલીસને મળેલ બાતમીના આધારે ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલા ભરતભાઈ ફકીરાભાઈ સાસી, દેવરાજભાઈ પપ્પુભાઈ સાસી, વિકરમભાઈ હિરૂભાઈ સાસી, રવીભાઈ શૈલેષભાઈ સાસી, બંટીભાઈ લલુભાઈ ભાના (સાસી), શનિભાઈ અમરસીંગભાઈ સાસી તથા પપ્પુભાઈ માંગીલાલ સાસીનાઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતા. જેમાંથી પોલીસે ભરતભાઈ ફકીરાભાઈ સાસી, દેવરાજભાઈ પપ્પુભાઈ સાસી અને વિકરમભાઈ હિરૂભાઈ સાસીને ઝડપી પાડ્યાં હતા. જ્યારે અન્ય ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હતા. ત્યારે ઝડપાયેલ ત્રણ જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા 10,340ની રોકડ કબજે કરી આ સંબંધે દાહોદ એ ડિવીઝન પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.