લીમખેડા તાલુકાના દાતિયા ગામે સરપંચ અને તલાટીની મિલીભગતથી ગેરકાયદેસર માટી ખનનનું કૌભાંડ ?

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના દાંતિયા ગામના સરપંચ અને તલાટીની મિલીભગતથી ભુમાફીયાઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી થતું ગેરકાયદેસર ખનન થતા કરોડો રૂપિયાની માટી બારોબાર વેચી દેવામાં આવી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે.

લીમખેડા તાલુકાના દાંતિયા ગામમાં સરપંચ અને તલાટી ની મીલીભગતથી સર્વે નંબર 120 સર્વે નંબર 140 સર્વે નંબર 139 સર્વે નંબર 147 સર્વે અને સર્વે નંબર 118 જેમાં સાત હેક્ટર જેટલી જમીન સરપંચ અને તલાટીની મિલીભગતથી પ્રાઇવેટ કંપનીને વેચી મારવામાં આવી છે તેવી જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી જેમાં લીમખેડા પ્રાંત અધિકારી દાહોદ જીલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ અધિકારીને આની લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી વીડિયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો જે સી બી, હિટાચી જેવા મોટા મશીન દ્વારા ગેરકાયદેસર ભૂમિનો ખનન એક પ્રાઇવેટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે જે કામ છેલ્લા કેટલાક દિવસથી અવિરત ચાલી રહ્યું છે તંત્રને જાણ કરતા હજી સુધી આ ભુ માફીયાઓ પર કે સરપંચ કે તલાટી કોઈના પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનોનું કેવું છે કે આ ભુમી ખનન ની અંદર કોઈ મોટા રાજકીય માથા ઓના સરપંચ, તલાટી અને પ્રાઇવેટ કંપની પર હાથ છે જેથી આ ભૂમિ ખનન અટકાવવામાં આવતું નથી જેથી આ ખનન રોકી ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.