ગોધરા,ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલા ખાડી ફળિયા વિસ્તાર થી દેવ તલાવડી ચોકડી અને સ્વામિનારાયણ મંદિર સુધી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તે માટે લાગતા વળગતા તંત્ર સહિત આરએન્ડબી વિભાગના અધિકારીઓની પાસે જાહેર જનતાની સુરક્ષા અને સલામતી ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં રજૂઆત કરવામાં આવી હતી. અને તેના બે મહિના બાદ આરએન્ડબી વિભાગના અધિકારી દ્વારા લેખિત અરજી નો જવાબ એવો આપવામાં આવ્યો છે કે હાલમાં આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવાની કોઈ જરૂર જણાતી નથી, અને ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ દરખાસ્ત કે રજૂઆત એમને મળેલ નથી.
પરંતુ ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલા ખાડી ફળિયા વિસ્તાર થી દેવ તલાવડી ચોકડી અને સ્વામિનારાયણ મંદિર સુધી અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય અને જો ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી સદર બાબતે જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકરની દરખાસ્ત રજૂઆત કરવામાં આવશે તો તે બાબતે અમારા વિભાગ તરફથી જોઈન્ટ સર્વે કરી કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે અકસ્માતની કોઈ મોટી દુર્ઘટના બને અને જાનહાની થાય અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા દરખાસ્ત કે રજૂઆત કરે ત્યારે આરએન્ડબી વિભાગ સ્પીડ બ્રેકર મુકશે. તેઓ આક્ષેપ આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ આશિષ કામદાર દ્વારા કરવામાં આવ્યો છે.
ગોધરા શહેરના અમદાવાદ હાઇવે પાસે આવેલ ખાડી ફળિયા વિસ્તાર પાસે દેવ તલાવડી ચોકડી આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહન ચાલકો સહિત સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય તે ત્યારે આ હાઇવે માર્ગ ઉપર અવાર નવાર નાના-મોટા અકસ્માત થવાની શક્યતાઓ વધી રહી જોવા મળે છે. કારણ કે આ હાઇવે માર્ગ ઉપર અમુક વાહનચાલકો પોતાના વાહનો બેફામ ચલાવી અકસ્માતને નોતરૂં આપતા હોય છે. ત્યારે આ પ્રકારના અકસ્માતના બનાવો ન બને તે માટે પંચમહાલ જીલ્લા પોલીસ પ્રશાસન દ્વારા બેરીકેટ મૂકીને અકસ્માતના બનાવો નહીંવત બને તે માટે ઉમદા કામગીરી કરવામાં આવી હતી.
પરંતુ રાત્રીના સમયે રસ્તા ઉપર મૂકવામાં આવેલા બેરીકેટને કોઈ ધ્યાન રાખવાવાળું હોતું નથી. ત્યારે કેટલાક અજાણ્યા વાહન ચાલકો આ બેરીકેટને ટક્કર મારીને ચાલ્યા જાય છે. જેના કારણે બેરીકેટ મુખ્ય હાઇવે માર્ગ ઉપર આડા પડી જાય છે. જે ગંભીર બાબત છે કારણકે રસ્તા ઉપર પડી રહેલા બેરીકેટ રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહનચાલક પુર ઝડપે આવે ત્યારે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી જોવા મળે છે. ત્યારે ગોધરાના આમ આદમી પાર્ટીના જીલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારે જાહેર જનતાની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ પર આવેલ સ્વામિનારાયણ મંદિરથી દેવ તલાવડી ચોકડી સુધી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તે માટે લાગતા વળગતા તંત્ર સહિત આરએન્ડબી વિભાગના અધિકારીઓને લેખિતમાં ફેબ્રુઆરી મહિનામાં રજૂઆત કરી હતી.
જ્યારે આરએન્ડબી વિભાગ દ્વારા બે મહિના બાદ આ લેખિત અરજીઓનો જવાબ આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે હાલમાં આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવાની કોઈ જરૂર જણાતી નથી અને ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ દરખાસ્ત કે રજૂઆત એમને મળેલ નથી. પરંતુ ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલા ખાડી ફળિયા વિસ્તાર થી દેવ તલાવડી ચોકડી અને સ્વામિનારાયણ મંદિર સુધી અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય અને જો ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી સદર બાબતે જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકરની દરખાસ્ત રજૂઆત કરવામાં આવશે તો તે બાબતે અમારા વિભાગ તરફથી જોઈન્ટ સર્વે કરી કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે અકસ્માતની કોઈ મોટી દુર્ઘટના બને અને જાનહાની થાય અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા દરખાસ્ત કે રજૂઆત કરે ત્યારે આરએન્ડબી વિભાગ સ્પીડ બ્રેકર મુકશે. તેઓ આક્ષેપ આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ આશિષ કામદાર દ્વારા કરવામાં આવ્યો છે.