ગોધરા વાવડી બુઝર્ગ રીલાયન્સ જીઓ ફાઈવ-જી સર્વર રૂમ પાસેથી કેબલ વાયરની ચોરી

ગોધરા,ગોધરા વાવડી બુઝર્ગ બાપુરનગરમાં રીલાયન્સ જીયો ઈન્ડોકોમના ફાઈવ-જી નેટવર્કના સર્વર રૂમ કંપાઉન્ડમાં મુકી રાખેલ કેબલ વાયર કિંમત 1,65,200/-રૂપીયાની કોઈ વાહનમાં ચોરી કરી જતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા વાવડી બુઝર્ગ બાપુનગરમાંં આવેલ રીલાયન્સ જીયો ઈન્ડોકોમના ફાઈવ-જી નેટવર્કના સર્વર રૂમ કંપાઉન્ડમાં કેબલ વાયર મુકી રાખેલ હોય તેવા કેબલ વાયર લાલ અને કાળા કલર 360 મીટર અને લીલા કલરનો 160 મીટર કુલ 1,65,200/-રૂપીયાના વાયરનો જથ્થો કોઇ સાધન વડે કાપીને વાહનમાં ચોરી કરી જતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.