શહેરા,શહેરા તાલુકાના ચલાલી ગામે ફરિયાદીના ધરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગને લઈ ધરવખરી, 1 વાછરડી, બે બકરાં બળી જતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ચલાલી ગામે રહેતા નર્મદાબેન રયજીભાઇ બારીયાના ધરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગને લઈ ધરમાં રાખેલ ધરવખરી તેમજ 1 વાછરડી, બે બકરા આગમાં ભુંજાઈ જતાંં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.