ફિલ્મ ’હર હર મહાદેવ’ પર રાજકારણ ગરમાયું, એનસીપીએ સ્ક્રિનિંગ અટકાવ્યુ

timesofindia.indiatimes.com


મુંબઇ,
છત્રપતિ શિવાજી મહારાજ પર બનેલી ફિલ્મ ’હર હર મહાદેવ’ને લઈને રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના પુણે અને થાણેમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવા બદલ મરાઠી ફિલ્મ ’હર હર મહાદેવ’ના વિરોધ બાદ ફિલ્મનું સ્ક્રિનિંગ અટકાવી દેવામાં આવ્યું છે. દ્ગઝ્રઁના અગ્રણી નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે આ ફિલ્મમાં ખોટો ઈતિહાસ બતાવવામાં આવી રહ્યો છે, તેથી ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રના થાણેના એક મૂવી થિએટરમાં હર હર મહાદેવ ફિલ્મ બતાવવામાં આવી રહી હતી, ત્યારે દ્ગઝ્રઁ નેતા જિતેન્દ્ર આવ્હાડ અને તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા અને તેમણે ફિલ્મ અટકાવી દીધી. આરોપ છે કે એનસીપી કાર્યર્ક્તાઓએ ફિલ્મના દર્શકોને ભગાડી દીધા અને મારપીટ પણ કરી. આ ફિલ્મને લઈને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજે છત્રપતિએ પણ વાંધો ઉઠાવ્યો છે, જ્યારે સ્દ્ગજી પ્રમુખ રાજ ઠાકરેએ આ ફિલ્મની પ્રશંસા કરી હતી.

એમએનએસ નેતા અમય ખોપકરે ટ્વીટ કરીને એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડ પર નિશાન સાયું છે અને આવ્હાદનું જ્ઞાન જુઓ. તેણે ટ્વીટ કરીને કહ્યું, ’અફઝલ ખાનના સ્વ-ઘોષિત પ્રવક્તા અને મુંબ્રા પ્રાંતના નવાબ તેમના ઇતિહાસનું જ્ઞાન જુઓ. અને તે કહેશે કે મહારાજનો ઈતિહાસ શું સાચો છે અને શું ખોટો છે. તો ફિલ્મને લઈને બીજેપીએ દ્ગઝ્રઁ પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે એનસીપી કાર્યર્ક્તાઓ થિયેટરમાં ઘૂસીને દર્શકો સાથે મારપીટ કરી.

સંભાજી બ્રિગેડના નેતા સંતોષ શિંદેએ જણાવ્યું કે, ’સંભાજી બ્રિગેડ’ના સભ્યોએ પુણેના એક થિએટરમાં ’હર હર મહાદેવ’નું સ્ક્રિનિંગ અટકાવ્યું અને થિયેટર માલિકને ચેતવણી આપી. ’હર હર મહાદેવ’માં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે, જ્યારે ’વેદત મરાઠે વીર દૌડલે સાત’માં ’માવલે’ (છત્રપતિ શિવાજી મહારાજના સૈનિક)નું ભયાનક ચિત્રણ કરવામાં આવ્યું છે.’