દે.બારીયા શહેરના ટાવરના પાસે ઈન્ડીયા ગઠબંધનની સભાનુંં આયોજન કરવામાં આવ્યું

ઈન્ડીયા ગઠબંધનના દાહોદ સાસંદ મત વિસ્તારના સંયુકત ઉમેદવાર ર્ડા. પ્રભાબેન તાવિયાડને સત્તાવાર ધોષીત થયા બાદ દે.બારીયા શહેરમાં આ પ્રથમ સભાના રૂપે અને તેમના પ્રચાર સાથે મત મેળવવા માટે આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તથા કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલના દ્વારા શહેરના ટાવર પાસે તા.13/14/2024 શનિવારના રોજ બપોરે 12.00 કલાકે એક જંગી સભાને સંભોવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બન્ને અધ્યક્ષોનુંં શાબ્દીક સ્વાગત કર્યા બાદ પ્રભાબેન તાવિયાડ એ આપણા દાહોદના હાલના સાંસદે 10 કરોડની ગ્રાન્ટ કેમ પરત કરી દીધી તેનો તમારે જવાબ માંગવાનો છે. આદિવાસીઓના વિકાસ માટેની ગ્રાન્ટ કેમ પરત કરી તે મોટો સવાલ છે. વધુમાં જણાવતા દાહોદ ગ્રામીણની ગ્રાન્ટ 80 કરોડ માંથી 10 કરોડ 15 લાખ ચવાઈ ગયા તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો.

મનરેગા યોજનામાંં રૂા.300/- પેટે 100 દિવસના 30,000/-લેખે દોઢ વર્ષ દોઢ લાખ રૂપીયા મનેરેગામાં જે મજુરી કરતા હોય તેમના ખાતામાં આવવા જોઈએ. તે આવ્યા ? આ મનરેગાના કાર્યો જી.સી.બી. થી કાર્ય કરીને તમામ નાણાં ચાંઉ કરી દેવાતા હોય છે. ત્યારબાદ ઈસુદાન ગઢવીના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભાજપ આદિવાસીઓના સંસ્કૃતિ ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે. સીવીલ કોડ લાવીને વધુમાં ગઢવીએ આક્ષેપ કરતા 205 લાખ કરોડના બેાન્ડમાં ચંદા ધંદા લો તેવું ભાજપના માટે સૂત્ર આપ્યુંં હતું. ત્યારબાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલના ઉદય ભોઈમાં દાહોદમાં 18 કરોડ રૂપીયા અને બોડેલીમાં 22 કરોડ રૂપીયાનુંં નકલી ઓફિસોનુંં મોટામાં મોટું કૌભાંડ પકડાયું છે. તેમ છતાં નાની માછલીઓને પકડી છે. મોટા મગરમચ્છ છુટા છે. કોની રહેમ નજર તેમની સામે અરવિંદ કેજરીવાલની દેશના ઈતિહાસમાં જે જોવા મળ્યું નથી. આચાર સંહિતા લાગ્યા બાદ બે કરોડની જનતાના મુખ્યમંત્રી સળીયા પાછળ ધકેલી દીધાછે. આને લોકતંત્ર કહી શકાય જેથી મિત્રો લોકશાહી બચાવો દેશ બચાવો વધુમાં જણાવ્યું. કોંગ્રેસના શાસનમાંં ગેસના બોટલના રૂા.400/- હતા અને ભાજપના શાસનમાંં 1200/-થયા તેમજ આદિવાસીઓની અનામત ખતમ છે. નકલી પ્રમાણપત્રથી આદિવાસીઓની નોકરીઓમાં તરાપ માંડી છે. આ વિષયે આવેદનપત્ર આપ્યા હોવા છતાં હાલની સરકારી છાવરે છે તથા આપણુ ગુજરાતનો કાંઠો મોટોભાગ દરીયાનો કાંંઠો છે. તે દરીયો પણ ભાજપે વેચી નાખ્યો છે શુંં ? આ ગુજરાતમાં ભ્રષ્ટાચારનું શાસન નથી ?

લોકોનો આક્ષેપ છે કે મનરેગા યોજનામાં ટ્રાયલ કચેરીમાં બાલવાડીની બહેનો પાસેથી ટ્રાયબલ કચેરીમાં બાલવાડીની બહેનો પાસેથી તેમજ મામલતદાર કચેરીમાંં મધ્યાહન ભોજન શાખામાં 15 થી 35 ટકા કટકી લેવાય છે અને એ પણ માથાભારે સંચાલકોને બેસાડીને ઉધરાવાય રહ્યા છે. યાદી તો ખુબ લાંબી છે. કયાં સુધી ચૂપ રહીશુંં ? મોરબીના વાંકાનેરમાંં નકલી ટોલનાકામાં 75 કરોડ ઉધરાયાના સમાચાર છે. જેથી હકીકત શું છે તે જાણીએ મોડું થઈ જાય તે પહેલા જાગીએ પ્રથમ ભુલ ભુલના ગણાય બીજીવારની ભુલ ભુલ થઈ ગણાશે પરંતુ ત્રીજીવારની ભુલ નહી મુર્ખા ગણાશુંં એટલે ત્રીજીવારની મુર્ખામી ના કરતા જનતા 12 થી બે વાગ્યા સુધી તડકામાં ગરમીમાં હાજર રહીને સંબોધનને સંભાળ્યા હતા. મંચસ્તોમાં પૂર્વ ધારાસભ્યોમાં ચંંદ્રીકાબેન પણદા તથા કોંગ્રેસ પ્રમુખ કીરીટ પટેલ, ભરતભાઇ વાખળા મોટી સંખ્યામાં બંધનના કાર્ય કરો હાજર રહીને જન સભાને સફળ બનાવી હતી.