મોંઘવારી મુખ્ય મુદ્દો, બાઇડનની ડેમોક્રેટિક પાર્ટી ટ્રમ્પની રિપબ્લિકનથી પાછળ


હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની બધી ૪૩૫ સીટો, સેનેટની ૧૦૦ સીટોમાંથી ૩૫ સીટો અને ૩૬ રાજ્યોના ગવર્નર માટે ચૂંટણી
વોશિગ્ટન,
અમેરિકામાં આજે મિડ ટર્મ ઇલેક્શન એટલે કે મયસત્ર ચૂંટણી છે. આ રાષ્ટ્રપતિના ચાર વર્ષના કાર્યકાળની વચ્ચેના સમયગાળામાં થાય છે. મિડ ટર્મ ઇલેક્શનથી સંસદના બંને સદનો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (લોઅર લોર) અને સેનેટ (અપર હાઉસ)ના મેબ્બર્સને ચૂંટવામાં આવે છે. તે સિવાય રાજ્યોમાં ગવર્નરની ચૂંટણી પણ થાય છે.આજે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની બધી ૪૩૫ સીટો, સેનેટની ૧૦૦ સીટોમાંથી ૩૫ સીટો અને ૩૬ રાજ્યોના ગવર્નર માટે ચૂંટણી થવાની છે. કોઇ પણ પાર્ટીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમતી મેળવવા માટે ૨૧૮ સીટો પર જીત મેળવવી પડશે.

અમેરિકામાં મોંઘવારી એક મોટી સમસ્યા બની ગઇ છે. સપ્ટેમ્બરમાં મોંઘવારી દર ૮.૨ ટકાનો હતો. કેટલાય સર્વે અનુસાર અમેરિકામાં ૫૭.૯ ટકા લોકો અર્થવ્યવસ્થા સંભાળવામાં બાઇડનના રેકોર્ડથી નારાજ છે. ત્યાં ગર્ભપાતનો કાયદો પણ મુખ્ય મુદ્દો છે. ૨૪ જૂને અમેરિકન સુપ્રીમ કોર્ટે મહિલાઓને ૫૦ વર્ષ પહેલાં મળેલ એબોર્શનની કાયદાકીય સુવિધા ખત્મ કરી દીધી.પ્રેસિડેન્ટ બાઇડન તેની વિરુદ્ધ છે. તે સિવાય વેંજીમાં ગોળીબારની ઘટનાઓ ખૂબ વધી ગઇ છે, ત્યાર બાદ ગન લોની માંગ વધી ગઇ છે.

ભારતની જેમ અમેરિકામાં પણ સંસદ જ કાયદાઓ બનાવે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ નક્કી કરે છે કે કયા કાનૂન પર વોટિંગ થશે. ત્યાર બાદ સેનેટ તે કાયદાઓને એપ્રૂવ કે બ્લોક કરે છે. તેની સાથે જ સોનેટ રાષ્ટ્રપતિએ જે લોકોને નિયુક્ત કર્યા છે તેમને કન્ફર્મ કરે છે. ત્યાં સુધી કે જરૂર પડવા પર રાષ્ટ્રપતિની વિરુદ્ધ તપાસ પણ સેનેટ જ કરે છે.છેલ્લાં બે વર્ષથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પ્રેસિડેન્ટ બાઇડનની ડેમોક્રેટિક પાર્ટી ૨૨૧ સીટોની સાથે બહુમતીમાં છે. પરંતુ સેનેટમાં કાંટાની ટક્કર છે. અહીં રિપબ્લિકન પાર્ટીની પાસે ૫૦ તો ડેમોક્રેટિક પાર્ટી પાસે ૪૮ સીટો છે. ૨ સ્વતંત્ર સીટો બાઇડનનું સમર્થન કરે છે. એટલા માટે આ વખતે ઇલેક્શનમાં બંને પાર્ટીઓ વચ્ચે જોરદાર મુકાબલો છે.મિડ ટર્મ ઇલેક્શનનાં પરિણામ ૨૦૨૪માં થનારા રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવારનો આધાર નક્કી કરશે. સરળ શબ્દોમાં સમજીએ તો લોકોના વોટને આધારે રાષ્ટ્રપતિ ઉમેદવારનું આંકલન કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવે છે.

ઇલેક્શન માટે જ્યોજયા, પેન્સિલ્વેનિયા અને વિર્સ્કોન્સિન રાજ્ય મુખ્ય છે. ૨૦૨૦માં બાઇડને વિર્સ્કોન્સિન ૨૦,૦૦૦ મતોથી જીત્યા. ૨૦૧૬માં ટ્રમ્પ ૨૨ હજાર મતોથી જીત્યા હતા. ૨૦૨૦માં પેન્સિલ્વેનિયાની ચૂંટણી બાઇડને ૮૦,૦૦૦ વોટોથી જીતી હતી. આ રીતે બાઇડને ૨૦૨૦માં જ્યોજયામાં ૧૨ હજાર મતોથી જીત મેળવી અને ૨૦૧૬માં ટ્રમ્પે ૨ લાખથી અધિક વોટથી જીત્યા હતા.મિડ ટર્મ ઇલેક્શનમાં જો બાઇડનની ડેમોક્રેટિક પાર્ટી જીતી તો તે પોતાના ક્લાઇમેટ ચેન્જ, હેલ્થ કેર પ્રોગ્રામને આગળ ધપાવી શકશે. તે સિવાય તેઓ ગર્ભપાતનો અધિકાર ખતમ થવાથી બચાવી શકે છે. સાથે જ ગન વાયોલન્સ વિરુદ્ધ સખ્ત કાયદો લાવી શકે છે. પરંતુ જો બાઇડન મિડ ટર્મ ચૂંટણીમાં બહુમત ગુમાવે છે કે તો તેઓ કમજોર થઇ જશે. સરળતાથી મોટા નિર્ણયો નહીં લઇ શકે.જો ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી જીતી તો તેઓ બાઇડનના એજન્ડા પર મનાઇ લગાવી દેશે. તે સિવાય તેમની પાસે ઇન્વેસ્ટિગેટરી કમિટીનો કન્ટ્રોલ હશે. તેનાથી તેઓ ૬ જાન્યુઆરી ૨૦૨૧ના થયેલી યુએસ કેપિટલ હિંસા મામલામાં ચાલી રહેલી તપાસ ખત્મ કરી શકશે. મિડ ટર્મ ઇલેક્શનમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી ભારતીય અમેરિકન સમુદાયને જોડવામાં લાગી છે. હકીક્તમાં ભારતીય લોકો અમેરિકામાં સ્વિંગવાળાં રાજ્યોમાં એક મહત્ત્વપૂર્ણ વોટના રૂપે ઊભરી છે, અહીં હાર-જીત એક હજાર કે કેટલાક હજાર વોટોથી નક્કી થાય છે.યુએસ થિંક ટેંક કાર્નેગી એંડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર પસંદરીનાં સ્વિંગ રાજ્યોમાં ભારતીય અમેરિકન વસ્તી જીતના અંતરથી મોટી છે, જેમાં ૨૦૧૬માં હિલેરી ક્લિટંન અને ૨૦૨૦માં ટ્રમ્પને નજીકની લડાઇમાં બહાર કરી દીધાં. અમેરિકામાં ભારતવંશીયઓની સંખ્યા આશરે ૪૨ લાખ છે. અમેરિકાની વસ્તીમાં તેમની ભાગીદારી ૧%થી થોડી વધુ છે, પરંતુ તેઓ એવી ફેલાયેલા છે કે ૬ રાજ્યો અને કોંગ્રેસની ૧૦ સીટમાં નિર્ણાયક છે. તેમની ભાગીદારી ૬થી ૧૮% છે. કેલિફોનયા, ટેક્સાસ, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, ઇલિનોઇસમાં એમની સૌથી વધુ વસ્તી છે. પરંતુ તે વિર્સ્કોન્સિન, મિશિગન, પેન્સિલ્વેનિયા, વર્જીનિયા અને જ્યોજયા અને એરિજોના જેવા સ્વિંગ રાજ્યો પણ ગણી શકાય. અહીં એમની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ ચૂંટણીમાં જીત કે હારના અંતરથી વધુ છે