પંચમહાલ, ઈદના દિવસે કરૂણાંતિકા સર્જાતા ત્રણ મુસ્લિમ યુવાનોના મોત નીપજ્યા છે. પાનમ કેનાલમાં કોઠંબા ગામના બુરહાન હાઝી, નિહલ પટેલ, ફરહાદ પટેલ નામના યુવાનો ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ઈદની મજા માણવા પાનમ ડેમ ખાતે ફરવા ગયેલા બે સગા ભાઈ અને અન્ય એક યુવક મળીને ત્રણના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ત્રણેય યુવાનોના મૃતદેહ પાનમ કેનાલમાંથી મળી આવ્યા હતા. ત્રણે યુવકોના મૃતદેહને પીએમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ લવાયા હતા. યુવાન પુત્રોના મોતને કારણે પરિવારમાં માતમ છવાયો છે. શુક્રવારે રમઝાન ઇદનો તહેવાર હોવાથી કોઠંબાના ત્રણ યુવાનો પાનમ ડેમ ફરવા ગયા હતા. આ ત્રણેય યુવાનો મહીસાગર જિલ્લાના કોઠંબાના વતની હતા. પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસને જાણ થતા પોલીસ ઘટનાએ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરા તાલુકાના ડેઝર મંદિરની પાસે આવેલી કેનાલમાં ત્રણ યુવાનો ડુબ્યા હોવાની માહિતી મળી હતી. ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવા માટે પાનમ વિભાગ દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના કોઠંબા ગામના બે સગા ભાઈ અને એક મિત્ર તહેવારની ઉજવણીના આનંદમાં પાનમ ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યાં ત્રણેય યુવકો ડેમના પાણીમાં ડૂબી જતા બનેલી ગોજારા બનાવનથી સમગ્ર કોઠંબા પંથકમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો.
હાલ મળતી માહિતી પ્રમાણે, ત્રણેય યુવાનો ચા અને નાસ્તો લઇને ત્યાં આવ્યા હતા. એક મિત્ર ડૂબતા બચાવા જતા બીજો પણ ડૂબવા લાગતા ત્રીજો બંને ડૂબતા યુવાનોને બચાવા પડ્યો હોવાનું જાણવા મળ્યુ છે. ત્રણેય યુવાનો કેનાલના ઉડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે બાદ શહેરા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલા ત્રણ યુવાનોના મૃતદેહને ખાનગી વાહનમા લય શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.