
તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને લઈને ચીનની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. તે તિબેટીયન મઠોમાં દલાઈ લામા વિરુદ્ધ વાંધાજનક બુકલેટનું વિતરણ કરી રહ્યા છે અને તેમના મૃત્યુની કામના કરી રહ્યા છે. ચીનનું કહેવું છે કે દલાઈ લામાના મૃત્યુ બાદ કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ ન થવી જોઈએ. દલાઈ લામા પછી ડ્રેગન તિબેટીયન તમામ મઠ પર નિયંત્રણ સ્થાપિત કરવા માગે છે અને તેમની ધાર્મિક ઓળખને ભૂંસી નાખવામાં માટે તત્પર છે.
પુસ્તિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે દલાઈ લામાના મૃત્યુ બાદ બૌદ્ધ સાધુઓને તિબેટના આધ્યાત્મિક નેતાની તસવીરો અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક વિધિઓ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચીનના અધિકારીઓએ ગાંસુ પ્રાંતના મઠોમાં પુસ્તિકાઓનું વિતરણ કર્યું છે. પુસ્તિકામાં 10 નિયમોની યાદી છે. ખરેખર, દલાઈ લામા હાલ ધર્મશાલામાં રહે છે. તેઓ તિબેટના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતા તિબેટીયન બૌદ્ધ આધ્યાત્મિક નેતા છે.
ચીને 1951માં તિબેટ પર કબજો કર્યો હતો. ચીની અધિકારીઓ દાવો કરે છે કે દેશના પોતાના કાયદા અનુસાર તિબેટીયન બૌદ્ધોના અનુગામી અને આગામી આધ્યાત્મિક નેતાની પસંદગી માત્ર ચીનની સરકાર જ કરી શકે છે. તેનાથી વિપરિત, તિબેટીઓ માને છે કે દલાઈ લામા પોતે જ પુનર્જન્મ માટે શરીર પસંદ કરે છે. આ પ્રકારની પરંપરા 1391 થી ચાલી રહી છે અને આવી રીતે 13 વખત બૌદ્ધ અનુયાયી ચૂંટાયા છે. આ મહિનાની શરૂઆતમાં દલાઈ લામાએ સેંકડો લોકોને સંબોધિત કર્યા હતા. તેમના ભાષણમાં તેમણે કહ્યું કે તેમની તબિયત સારી છે અને તેઓ 100 વર્ષથી વધુ જીવવાના છે.
અનેક પ્રસંગોએ દલાઈ લામાએ ભારપૂર્વક જણાવ્યું છે કે તિબેટીઓ પુનર્જન્મ દ્વારા તેમના અનુગામી પસંદ કરવા માગે છે. તેઓ માને છે કે ચીનની દખલગીરી વિના સ્વતંત્ર દેશ હશે. આ મહિને પંચેન લામા, તિબેટીયન બૌદ્ધ ધર્મમાં બીજા સર્વોચ્ચ પદ ધારક, તેમનો 35મો જન્મદિવસ ઉજવશે. વર્તમાન દલાઈ લામા દ્વારા તેમને પંચેન લામા તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ માન્યતા મળ્યાના માત્ર ત્રણ દિવસ પછી, 17 મે 1995ના રોજ ચીને તેને અને તેના પરિવારને બંધક બનાવી લીધો. તે સમયે તે બાળક હતો.