રક્ષા મંત્રાલયે એચએએલને ૬૫,૦૦૦ કરોડનું ટેન્ડર આપ્યું, એરફોર્સને ફાઈટર એરક્રાફ્ટ મળશે

નવીદિલ્હી, સરકારે સંરક્ષણ બાબતોમાં આત્મનિર્ભરતા તરફ મોટું પગલું ભર્યું છે. રક્ષા મંત્રાલયે ભારતીય જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને રૂ. ૬૫ હજાર કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ અંતર્ગત એચએએલ પાસેથી ૯૭ LCA  માર્ક ૧ છ ફાઈટર જેટ ખરીદવામાં આવશે. સ્વદેશી લશ્કરી હાર્ડવેર માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલો આ સૌથી મોટો ઓર્ડર હોઈ શકે છે.

સંરક્ષણ મંત્રાલયે ટેન્ડરનો જવાબ આપવા માટે એચએએલને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. જો આ સોદો થાય છે, તો ભારતીય વાયુસેનાના મિગ-૨૧, મિગ-૨૩ અને મિગ-૨૭ જેવા ફાઇટર જેટ્સને ભારતીય બનાવટના એલસીએ માર્ક ૧એ ફાઇટર જેટ દ્વારા બદલવામાં આવશે, જે ટૂંક સમયમાં જ વાયુસેનામાંથી નિવૃત્ત થઈ જશે. સ્વદેશી હથિયારોને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી સંરક્ષણ ક્ષેત્રની નાની અને મધ્યમ વર્ગની કંપનીઓના બિઝનેસને પણ ફાયદો થશે. વડાપ્રધાન મોદી સતત એચએએલને પ્રમોટ કરી રહ્યા છે અને તેથી એચએએલને તમામ પ્રકારના સ્વદેશી ફાઈટર જેટ્સ, હેલિકોપ્ટર અને એન્જિનના ઉત્પાદન માટે ડીલ મળી રહી છે.

વાયુસેનાએ પહેલાથી જ એચએલને ૮૩ એલસીએ માર્ક ૧એ ફાઇટર જેટનો ઓર્ડર આપી દીધો છે, જેના હેઠળ પ્રથમ ફાઇટર જેટ થોડા અઠવાડિયામાં એરફોર્સને આપવામાં આવશે.એલસીએ માર્ક ૧એ એ તેજસ એરક્રાફ્ટ નું આધુનિક સંસ્કરણ છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સ્પેનમાં પહેલીવાર ૯૭ એલસીએ માર્ક ૧એ ફાઇટર જેટની ડીલ વિશે માહિતી આપી હતી. તાજેતરમાં, વાયુસેના વડાએ સ્વદેશી ફાઇટર જેટના કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી, જેમાં ભારત અને ઉઝબેકિસ્તાનની સેનાઓ ૧૫ એપ્રિલથી સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરશે. બંને દેશોની સેનાઓ વચ્ચે દુસ્ટાલિક કવાયતની આ પાંચમી આવૃત્તિ છે. આ વખતે આ સંયુક્ત કવાયત ઉઝબેકિસ્તાનના તારમેઝ જિલ્લામાં થઈ રહી છે. આ કવાયત ૧૫ થી ૨૮ એપ્રિલ ૨૦૨૪ સુધી ચાલશે. બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસની ચોથી આવૃત્તિનું આયોજન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડના પિથોરાગઢમાં કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં બંને દેશોની સેનાના ૪૫-૪૫ સૈનિકો ભાગ લેશે. ભારતીય ટુકડીમાં ગઢવાલ રેજિમેન્ટની પાયદળ બટાલિયનના સૈનિકોનો સમાવેશ થાય છે.