હાલોલ-વડોદરા હાઈવે રોડ બાસ્કા પાસે પીકઅપનું ટાયર બદલતા હોય તેને ટેન્કરે ટકકર મારતાં ડ્રાઈવર, કલીનરને ઈજાઓ

હાલોલ, હાલોલ તાલુકાના બાસ્કા પાસે હાલોલ-વડોદરા હાઈવે રોડ ઉપર પીકઅપ ટેમ્પોનું ટાયર પંંકચર થતાં ડ્રાઈવર અને કલીનર ટાયર બદલી રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા ટેન્કર ટેમ્પો સહિત ચાલક અને કલીનરને અડફેટમાં લેતાં બન્નેને ગંભીર ઇજાઓ પહોંચતા હાલોલ રેફરલમાં દાખલ કરવામાં આવ્યા.

વડોદરા-હાલોલ હાઈવે રોડ ઉપર બાસ્કા પાસે રોડ ઉપર અમદાવાદ-વિરમગામ થી પીકઅપ સામાન ભરીને હાલોલ આવી રહ્યો હતો. દરમ્યાન બાસ્કા પાસે પીકઅપ ટેમ્પાનું ટાયર પંંકચર થતાં પીકઅપના ચાલક અને કલીનર ટાયર બદલી રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા ટેન્કરના ચાલકે પોતાનુંં વાહન પુરઝડપે હંકારી લાવીને પીકઅપ ટેમ્5ો સાથે ચાલક અને કલીનરને અડફેટમાં લીધા હતા. જેને લઈ પીકઅપના ચાલક અજીત ઠાકોર અને કલીનર રામેકલાલકુમારને ગંભીર ઇજાઓ પહોંચાડાત ઈજાગ્રસ્ત ડ્રાઈવર અને કલીનરને દવા સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાંં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કલીનર ગંભીર ઇજાગ્રસ્ત હોય જેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સ્થળ ઉપર વાહન છોડીને નાશી છુટીયો હતો.