સંજેલીમાં કોંગ્રેસ આપ દ્વારા હાટના દિવસે ડોર ટુ ડોર સયુંકત પ્રચાર આદર્યો

  • હાટના દિવસે ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરાયો કાર્યકર્તાઓ જોડાયા હતા.
  • કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે નગરમાં ફરી પ્રચાર પ્રસાર કર્યો .

સંજેલી, આગામી થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય સહિત શહેર વિસ્તારોમાં ભાજપ, કોંગ્રેસ દ્વારા સભાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના સંદર્ભમાં સંજેલી કોંગ્રેસના ઉમેદવાર દ્વારા હાટ ના દિવસે ડોર ટૂ ડોર પ્રચાર પ્રસાર આદરવામાં આવ્યો હતો. જેમાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

સંજેલીમાં કોંગ્રેસ આપના હોદ્દેદારો દ્વારા સયુંકત ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો દ્વારા મુખ્ય બજાર સહિત નગરમાં પુરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. ઢોલ નગારા સાથે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મત આપવા હાંકલ કરવામાં આવી હતી. મહત્વનું એ છે કે, વિધાનસભાની ચૂંટણી ટાણે દાહોદ જિલ્લાના સૌથી વધુ મત મેળવનાર આમ આદમી પાર્ટી ઉભરી આવી હતી. જેને લઈ આપના વોટ શેરિંગમાં પણ વધારો જોવા મળ્યો હતો. હવે જોવાનુંએ રહ્યું છે કે, લોકસભામાં આપ કોંગ્રેસનું ગંઠબંધન કરવામાં આવ્યું છે. જેનો ફાયદો કોંગ્રેસને થશે કે ખરો તે મતદારો નક્કી કરશે.