- ખર્ચ નિરીક્ષકની અધ્યક્ષતામાં ખર્ચ નિરીક્ષણ સમિતિની બેઠક યોજાઈ
- ચૂંટણી દરમિયાન ખર્ચ નિરીક્ષણ માટે 07 મદદનીશ ખર્ચ નિરીક્ષક સહિત 17 વીએસટી, 10 વીવીટી, 58 એસએસટી, 22 એફએસટી તથા 11 એટી ટીમો કાર્યરત.
- ઈલેક્શન સિઝર મેનેજમેન્ટ દ્વારા રૂ. 12,260 રોકડા સહિત રૂ. 10,33,560 ની રકમનો કુલ 6,857.16 લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો.
નડિયાદ, ભારતના ચૂંટણી પંચ દ્વારા 17-ખેડા સંસદીય મતવિભાગ ખર્ચ નિરીક્ષક તરીકે ભાસ્કર કાલ્લરૂની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ નિરીક્ષક સર્કિટ હાઉસ નડિયાદ ખાતે રોકાણ કરશે.
દસક્રોઇ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજ વિધાનસભા મતવિભાગના ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે નિમાયેલા ભાસ્કર કલ્લરૂએ જીલ્લા ચૂંટણી ખર્ચ નોડલ અને જીલ્લા વિકાસ અધિકારી (ઈ.ચા.) એલ. એ. પટેલની ઉપસ્થિતિમાં ખર્ચ નિરીક્ષણ ટીમ સાથે બેઠક કરી.
બેઠકમાં જીલ્લા ખર્ચ નિરીક્ષણ ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે ખર્ચ નિરીક્ષકને અવગત કરવામાં આવ્યા હતા. બેઠક અંતર્ગત ઉપસ્થિત સૌ મદદનીશ ખર્ચ નિરીક્ષકોને એફએસટી, એસએસટી, વીએસટી સાથે સંકલનમાં રહી કામગીરી કરવા ખર્ચ નિરીક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત ઇન્ચાર્જ જીલ્લા વિકાસ અધિકારી તથા ખર્ચ નિયંત્રણ નોડલ એલ. એ. પટેલ દ્વારા મદદનીશ ખર્ચ નિરીક્ષકોને આગોતરૂ આયોજન કરી ખર્ચ સંબંધિત પ્રશ્ર્નોના ત્વરિત નિરાકરણ માટે સહાયક ખર્ચ નિરીક્ષકનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી ખર્ચ નિરીક્ષણ ટીમ દ્વારા તા. 16-03-2024ના રોજ ચૂંટણી જાહેર થયા બાદ 17 વીએસટી, 10 વીવીટી, 58 એસએસટી, 22 એફએસટી તથા 11 એટી ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉપરાંત ચૂંટણી ખર્ચ નિરીક્ષણ સમિતિ અંતર્ગત ઈલેક્શન સિઝર મેનેજમેન્ટ દ્વારા તા. 16-03-2024 થી 10-04-2024 સુધી રૂ.12,260 રોકડા, રૂ. 10,33,560નો કુલ 6,857.16 લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો, રૂ. 60,400નો 6.04ગ્રામ ડ્રગ્સ, રૂ. 20,98,180ની બે હજારથી વધુ આઈટમ તથા રૂ.32,04,400નું પ્રોગ્રેસીવ સીઝર કરવામાં આવ્યું હતું.
વધુમાં જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલ શરૂ કરવામાં આવ્યો છે. તથા ફરિયાદ નિયંત્રણ માટે જીલ્લા 24 ડ્ઢ 7 ટોલ ફ્રી નંબર 1800-233-1338 કાર્યરત કરવામાં આવ્યો છે.
જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ખેડા લોકસભા મતવિસ્તાર માટે એક જીલ્લા ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં જીલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર, જીલ્લા ક્ધવીનર તરીકે જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા ટ્રેઝરી ઓફિસરનો સમાવેશ થાય છે. આ સમિતિ દ્વારા વિવિધ ટીમો દ્વારા જપ્તી અને અટકાયત અંગેની લોકોની ફરિયાદોના નિવારણની કામગીરી કરવામાં આવી રહી છે તેમ જીલ્લા ખર્ચ નોડલ તથા ઈન્ચાર્જ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
બેઠકમાં જીલ્લા હિસાબી અધિકારી પ્રજાપતિ, જીલ્લા તિજોરી અધિકારી પી. જે. પંચાલ, જીલ્લા ફરિયાદ નિવારણ અને મતદાર હેલ્પલાઈન નોડલ અધિકારી ડો. ક્રિષ્ના ઉપાધ્યાય સહિત ખેડા લોકસભા મતવિસ્તારના મદદનીશ ખર્ચ નિરીક્ષકઓ ઉપસ્થિત રહ્યા હતા.