દાહોદ,દાહોદ તાલુકાના એક ગામમાં 22 વર્ષીય અપરણિત યુવતીની મરજી વિરૂદ્ધ જબરજસ્તીથી એક કામાંધ યુવાને દુષ્કર્મ આચર્યાનું પોલીસ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.
દાહોદ તાલુકાના રોહિતભાઈ મુકેશભાઈ મંડોડે દાહોદ તાલુકાની 22 વર્ષીય એક અપરણીત યુવતીનો પરમ દિવસે સાંજના છ વાગ્યાના સુમારે હાથ પકડી તેના જ ગામના અરવિંદભાઈ મુનિયાભાઈ મંડોડની સાથે મોકલી આપતા અરવિંદભાઈ મંડોડે તે અપરણિત યુવતીની મરજી વિરૂદ્ધ જબરજસ્તીથી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.
આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનનાર પીડીતાએ ગરબાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે આ સંદર્ભે દાહોદ તાલુકાના અરવિંદભાઈ મુનિયાભાઈ મંડોડ તથા રોહિતભાઈ મુકેશભાઈ મંડોડ વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.