દે.બારીઆ નગરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં તંત્રના ઠાગાઠૈયા નગર જનો ત્રાહિમામ: નગરમાં પાલિકા દ્વારાડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં ઠાગાઠૈયા

દાહોદ, ઉનાળાની સિઝનમાં કચરો સમયસર ના ઉઘરાવતા ગંદકી ખદબદતી હોઈ તેમ અનિયમિત કચરો લેવા આવતા નગર જનો હાઈ તોબા. પાલિકાનો વહીવટ ખાડે જતો હોઈ તેમ દેવગઢ બારીઆ નગર મા ડોર ટુ ડોર કચરો લેવામાં તંત્ર ના જાણે ઠાગાઠૈયા ઘરમા ગંડકી ખદબદતા નગર જનો ત્રાહિમામ વહીવટદારના રાજમાં પાલિકાનો ખાડે જતો વહીવટ હોય તેમ દેવગઢ બારીયા નગર પાલિકામાં હાલ પ્રમુખની ટર્મ પૂરી થવા ના કારણે છેલ્લા એક વર્ષથી પાલિકાનો ચાર્જ વહીવટદારને સોંપવામાં આવ્યો છે. જ્યારે ચીફ ઓફિસર નો ચાર્જમાં હોવાના કારણે પાલિકા તંત્રનો વહીવટ જાણે ખાડે જતો હોય તેમ જોવાઇ રહ્યુ છે. ત્યારે હાલમાં ઉનાળાની સીઝન શરૂ થતા પાલીકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે તંત્ર નિષ્ફળ નીકળ્યું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ડોર ટુ ડોરનો કચરો અનિયમિત રીતે નગર માંથી ઉઘરાવતા નગરજનો દ્વારા સૂકો કચરો બે થી ત્રણ દિવસ સુધી ઘરમાં એકત્ર કરતા ગરમીના કારણે લીલો તેમજ સુકો કચરો ઘરમાં બે-ત્રણ દિવસ રહેતા કચરો દુર્ગંધ મારવા લાગે છે. ત્યારે નગરમાં હાલ સફાઈને લઈ ને પણ અનેક સવાલો ઉઠવામાં આવ્યા છે. પાલિકાના કેટલાક કર્મીઓ પોતાની મનમાની ચલાવતા હોય તેમ કાયમી કામદારોને ઓફિસમાં બેસાડી રાખી તેની સામે એજન્સીઓને કોન્ટ્રાક આપતા કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી પણે કામગીરી કરતા હોવાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઇ નગરમાં સમયસર સફાઈ કામગીરી હાથ ધરાઈ અને ડોર ટુ ડોર નો કચરો સમયસર ઉઘરાવવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.