પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું

  • તા. 13 એપ્રિલ 2024 થી તા. 15 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

દાહોદ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગરબાડા ચોકડી દ્વારા પસંદગીની નંબર મેળવવા ઇચ્છતા ટુ વ્હીલર ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ તેમજ ફોર વ્હીલરની જૂની સિરીઝનું રી ઓક્શન શરૂ કરવામાં આવશે. વાહન માલિકોએ પસંદગીના નંબર મેળવવા માટે https://parivahan.gov.in/fancy પર તા. 13 એપ્રિલ 2024 ના રોજ સાંજના 4:00 વાગ્યા થી તા. 15 એપ્રિલ 2024 ના 4:00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરવાનું જણાવાયું છે. ઈ ઓક્શન તા. 15 -04-2024 ના રોજ સાંજના 4:00 વાગ્યા થી તા. 17-04-2024 ના રોજ સાંજના 4:00 વાગ્યા સુધી કરી શકાશે.

પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદ ર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે. અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. કામચલાઉ નોંઘણી પ્રમાણપત્ર પુરૂં થયા પછી તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.