ફરીદકોટ, પંજાબનાં ફરીદકોટ લોક્સભાની સીટમાં ભાજપે ઉતર પશ્ચિમી દિલ્હીનાં પોતાના હાલનાં સાંસદ અને સુફી ગાયક હંસરાજ હંસને ઉતાર્યો છે. જયારે આમ આદમી પાર્ટીએ એકટર કરમજીત અનમોલને ટીકીટ આપી છે ત્યારે આ ચૂંટણી જંગમાં પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધીનાં સિકયોરીટી ગાર્ડ અને હત્યારા બિયંતસિંહનો પુત્ર સરબજીતસિંહ ખાલસા અપક્ષ ઉમેદવાર તરીકે ઊતર્યો છે.
બિયંતસિંહનાં ૪૫ વર્ષીય પુત્ર સરબજીતસિંહ ખાલસાએ ચૂંટણી લડવાને લઈને જણાવ્યું હતું કે, વિસ્તારનાં ઘણા લોકોએ તેને ફરીદકોટથી ચૂંટણી લડવાનુ કહ્યું છે. જન સમર્થન મળવાને કારણે જ હું ચૂંટણી લડી રહ્યો છુ. તેમ તેણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૧૨ માં ધોરણ બાદ અભ્યાસ છોડી દેનાર સરબજીતસિંહ ખાલસાનાં પરિવારનો રાજનીતી સાથે જુનો નાતો છે. તેની માતા બિમલકૌર ૧૯૮૯ માં રોપડમાં સાંસદ રહી ચુકી છે તો તેના નાના સુરચાસિંહ તે વર્ષ બઠીંડામાં સાંસદ બન્યા હતા.
સરબજીતસિંહ આ પહેલા ૨૦૧૪ અને ૨૦૦૯ માં લોક્સભા ચૂંટણી લડી ચુકયા છે પણ તે હારી ગયો હો ૨૦૧૯ માં તે બસપાનાં ઉમેદવાર તરીકે ચૂંટણી હારી ગયો હતો.