મુંબઇ,
દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ તેમના ચાહકોના મનમાં આજે પણ અમર છે. મંગળવારે ગાયકનું નવું ગીત રિલીઝ થયું છે, જેના કારણે તેના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. તમને જણાવી દઈએ કે, મુસેવાલાની હત્યા બાદ આ તેમનું બીજું ગીત છે, આ ગીત ગાયકના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેટસમાં અપડેટ કરવામાં આવ્યું હતું, જેમાં ‘વાર’ ગીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમાચાર આવ્યા બાદથી લોકો આ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલા પોતાના ચાહકોના દિલમાં ઉંડી છાપ છોડી છે. આ તેનું બીજું ગીત છે જે તેના મૃત્યુ બાદ રિલીઝ થયું છે. આ પહેલા એસવાઈએલ ગીત રિલીઝ થયું હતુ, જેણે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી હતી. નવું ગીત રિલીઝ થતા જ સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યું છે. થોડી જ મિનટમાં આ ગીતને ૧ મિલિયન વ્યુઝ પણ મળી ગયા છે.
તમને જણાવી દઈએ કે ગુરુપર્વના દિવસે પઠન કર્યા બાદ અરદાસ કર્યા બાદ આ ગીત ૧૦ વાગે રિલીઝ કરવામાં આવ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આ ગીત એક વાર છે. જેમાં તેમણે પંજાબના વીર નાયક હરિ સિંહ નલવા માટે ગાયું હતુ. હવેતમે વિચારી રહ્યા હશો કે આખરે સરદાર હરિ સિંહ નલવા કોણ હતા. તો જણાવી દઈએ કે, નલવા મહારાજા રણજીત સિંહના સેનાયક્ષ હતા. મહાન હરિ સિંગ નલવાએ પઠાણો વિરુદ્ધ અનેક યુદ્ધોમાં નેતુત્વ કર્યું અને મહારાજા રણજીત સિંહને જીત અપાવી, આટલું જ નહિ નલવાને ભારતના શ્રેષ્ઠ યોદ્ધાઓમાં સ્થાન આપવામાં આવે છે.
૨૯ મે, ૨૦૨૨ ના રોજ, પંજાબી મ્યુઝીક ઈન્ડસ્ટ્રીના ગાયક મૂઝવાલાની ૨૮ વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી. સિંગર પર હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રારે લીધી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યાની યોજના ઘણા સમય પહેલા ઘડવામાં આવી હતી. જે ૨૯ મેના રોજ હાથ ધરવામાં આવી હતી. દિવસભર બનેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા.