ભરૂચ, ગુજરાત પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવનાર પોલીસ બાતમી પ્રકરણના આરોપી અને બુટલેગર નયન કાયસ્થ કે જે હાલમાં જ એટલે કે આશરે દશેક દિવસ પહેલા જ ભરૂચ પોલીસ તંત્રને ટ્રાન્સફર વોરંટથી સોંપવામાં આવ્યો હતો.
તેની પર આજે બપોરે આશરે ત્રણ વાગ્યાના અરસામાં બળાત્કાર, ડ્રગ,એટીએમ ચોરી વગેરે ગુનાઓના રીઢા ગુનેગારોએ હુમલો કર્યોં હતો. જોકે બે કેદીઓએ નયનને બચાવી લીધો હતો. જેલમાં કેદીઓને મળતી સુવિધાઓના કારણે મતભેદ થતા આ હુમલાનો બનાવ ભરૂચ સબજેલમાં બન્યો હતો. જો કે, તરત જ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ અન્ય અધિકારીઓના પ્રયાસના પગલે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી. આજે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં જેલબંધીના સમય અરસામાં આ બનાવ બન્યો હતો. હુમલો કરનારા સાત કાચા કામના પરંતુ બળાત્કાર, ડ્રગ્સ, છ્સ્ ચોરીમાં સંડોવાયેલા મેવાતી ગેંગના આરોપીઓ કે જેઓ બેરેક ૪ અને ૮માં રાખવામાં આવ્યા હતા તેમણે હુમલો કર્યો હતો. જેમાં યાસીન ખાલીદ ચોક, નઇમ ઇસ્માઇલ મુસા પટેલ, ઇસ્માઇલ અલી હુસેન મલેક, નિવૃત પોલીસ પુત્ર ઇમરાન શોક્ત ખીલજી, સલમાન મુસ્તાક પટેલ , આમીર સાબિર ખીલજી અને આમીન અલ્તાફ્ પટેલનો સમાવેશ થાય છે.