ગાંધીનગર, લોક્સભાની ચૂંટણીને લઈ સટ્ટા બજારમાં કરોડો રૂપિયાના સટ્ટા લાગ્યા છે. જેમાં સટ્ટા બજાર ફરી એક વખત એનડીએને બહુમતી આપી રહ્યું છે. એકલા ભાજપને ૩૧૬ થી ૩૧૯ સીટ સટ્ટા બજાર આપી રહી છે. તેમાં કોંગ્રેસ ૪૪ થી ૪૭ સીટ પર સમેટાઈ જતી હોવાનું સટ્ટા બજારમાં અનુમાન છે.
રાજકોટમાં લોક્સભાની ચૂંટણીને લઈ સટ્ટા બજારમાં કરોડો ના સટ્ટા લાગ્યા છે. સટ્ટા બજાર ફરી એક વખત એનડીએ ને બહુમતી આપી રહ્યું છે. એકલા ભાજપને ૩૧૬ થી ૩૧૯ સીટ સટ્ટા બજાર આપી રહ્યું છે. રાજકોટમાં લોક્સભાની ચૂંટણીને લઈ સટ્ટા બજારમાં કરોડો રૂપિયામાં સટ્ટામાં લાગ્યા છે. લોક્સભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે અને પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થવાનું છે ત્યારે સટ્ટા બજાર પણ હાર જીતના ખેલ પાડવા માટે સજજ થઈ ગઈ છે.
ગુજરાતમાં વર્તમાન સ્થિતિએ પણ ભાજપ તમામ ૨૬ સીટ જીતશે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. ગુજરાતમાં તા. ૭ મેએ સહિત કુલ સાત તબક્કામાં મતદાને પછી ૪ જૂનના ગણતરી થાય તે પહેલાં ચૂંટણી સટ્ટામાં આઈ.પી.એલ.થી વધુ રકમની ઉથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે. નોંધપાત્ર બાબત એ છે કે, હાલમાં તો બુકી બજાર ભાજપ એકલા હાથે ૩૧૯ સીટો જીતશે તેમ માને છે. શરૂઆતમાં ભાજપને કુલ ૩૩૩ સીટનો અંદાજ વ્યક્ત કરતી બુકી બજારે હાલમાં ભાજપની કુલ સીટો ઘટાડીને ૩૧૯ કરી છે.