લોક્સભાની ચૂંટણીને લઈ આજે જાહેરનામું બહાર પડશે, ઉમેદવારીપત્રક ભરી શકાશે

અમદાવાદ, લોક્સભાની ચૂંટણીને લઈ આવતીકાલે એટલે કે ૧૨ એપ્રિલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે.આ સાથે જ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે ગુજરાતની ૨૬ બેઠકો માટે ૭ મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. આ સાથે ૭ મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. રાજ્યમાં ૨૬ લોક્સભા બેઠક અને ૫ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે. નોંધનિય છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ ૧૯ એપ્રિલ રહેશે.

રાજ્યમાં આવતીકાલે બહાર ચૂંટણી જાહેરનામું પડશે. ચૂંટણી જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે. મહત્વનું છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ ૧૯ એપ્રિલ રહેશે. નોંધનિય છે કે, ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. આ વખતે લોક્સભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે, જ્યારે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે.

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે.ગાંધીનગરમાં ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડે તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જાહેરનામું બહાર પડતાં જ સ્ટેટીક સર્વેલન્સ ટીમ સક્રિય થશે. દરેક બેઠક દીઠ ૪ સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે. જોકે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તથા એક્સ્પેન્ડિચર મોનિટરિંગ સેલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.

દેશભરમાં લોક્સભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતની ૨૬ લોક્સભા સીટ અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોક્સભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે જ્યારે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે. દેશમાં ૧૯ એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરુઆત થશે અને અંતિમ ૭મા તબક્કાની ચૂંટણી ૧ જૂનના રોજ યોજાશે. જ્યારે ગુજરાતની ૨૬ બેઠકો માટે ૭ મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ૭ મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે.

લોક્સભાની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. ૫ વિધાનસભા બેઠકની વાત કરીએ તો તેમાં વિજાપુર (કોંગ્રેસ), ખંભાત (કોંગ્રેસ), વાઘોડિયા (અપક્ષ), પોરબંદર (કોંગ્રેસ), માણાવદર (કોંગ્રેસ)ના ફાળે ગઇ હતી.

ચૂંટણી પંચ દ્વારા લોક્સભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોક્સભાની ૨૬ બેઠકો તેમજ વિધાનસભાની ૬ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં ૭ મે નાં દિવસે ગુજરાતની તમામ ૨૬ લોક્સભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોક્સભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોક્સભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય વહીવટી વિભાગે ૭ મે એટલે કે મતદાનનાં દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.