લોક્સભાના ઉમેદવાર મિતેશ પટેલના નામનો કથિત અશ્લીલ વીડિયો વાયરલ થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું

આણંદ, લોક્સભાની ચૂંટણીની જાહેરાત બાદ હાલ રાજકીય પક્ષો જીતનું ગણિત સેટ કરવામાં પડ્યાં છે. જેમને આ વખતે ટિકિટ મળી છે એવા ઉમેદવારો જીતવા માટે જોર લગાવી રહ્યાં છે. બીજી તરફ મોદી સરકારના કેન્દ્રીય મંત્રી અને ભાજપના લોક્સભાના ઉમેદવારના એક નિવેદનથી ક્ષત્રિ. સમાજમાં ભડકો થયો છે. આ તમામ સ્થિતિની વચ્ચે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતા અને વર્તમાન સાંસદ અને લોક્સભાના ઉમેદવારનો કથિત અશ્લીલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ગજબ વાયરલ થઈ રહ્યો છે. પબ્લિક શોધી શોધીને મોબાઈલમાં આ વીડિયો જોઈ રહી છે.

અહીં વાત થઈ રહી છે આણંદ બેઠકના સંસદ સભ્ય અને લોક્સભામાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની. જેનો કથિત અશ્લીલ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. રાજકીય વર્તુળોમાં પણ આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, પોતે આ વીડિયોમાં ન હોવાનો દાવો તેઓ કરી ચુક્યા છે. પોતે આ વીડિયામાં ન હોવાની વાત સામે તેમને બદનામ કરવાનું વિરોધીઓ દ્વારા કાવતરું કરાયું હોવાનું પણ તેઓ અગાઉ કહી ચુક્યા છે.

આણંદના સંસદસભ્ય અને લોક્સભાના ઉમેદવાર મિતેશ પટેલના નામનો કથિત અશ્લીલ વીડિયો વાયરલ થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ વીડિયોને લઇને અનેક અટકળો અને ચર્ચાઓ વહેતી થઇ છે. જો કે આ મિતેશ પટેલે આ વીડિયોમાં તેઓ ન હોવાની સ્પષ્ટતા કરી હતી. પરંતુ બુધવારે સમગ્ર દિવસ દરમિયાન ચોરે અને ચૌટે વાયરલ વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.

એવી પણ ચર્ચા છેકે, આણંદ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર જ્યારથી જાહેર થયા છે ત્યારથી અંદરખાને તેમના જ પક્ષના કેટલાક લોકો નારાજ થયા હોવાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. દરમિયાન મિતેશ પટેલને રિપિટ કરાતા જ તેઓનો આ વીડિયો બહાર આવ્યો છે. જો કે થોડા સમય પૂર્વે વીડિયો સહિતના કેટલાક મુદ્દે તેઓને દિલ્હી પણ બોલાવીને ખૂલાસો પુછાયો હોવાના પણ અહેવાલ મળ્યા હતા. જોકે ત્યારબાદ સમચ મામલો થાળે પડ્યો હતો. પરંતુ આજરોજ અચાનક સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થતા ફરીથી વિવાદ વધુ ઘેરો બન્યો છે. વાયરલ વીડિયોને લઈને આણંદ લોક્સભા બેઠકનું રાજકારણ ગરમાયું છે. મિતેશ પટેલે આ વીડિયોમાં તે પોતે ન હોવાની સ્પષ્ટતા કરેલી છે ત્યારે વાયરલ વીડિયોની સત્યતાની ચકાસણી કરવી પણ એટલી જ જરૂરી છે.