હાલોલ, હાલોલ તાલુકાના ટીંબી પ્રાથમિક શાળાના રસોડાના રૂમમાં મુકી રાખવામાં આવેલ ગેસના બોટલ નંગ-2, તુવેરદાળ, ચણાદાળ, ચોખા, તેલના ડબ્બા નંગ-6 મળી કુલ 17,200/-રૂપીયાની મત્તાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતાં હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ટીંબી પ્રા.શાળામાં મધ્યાહન ભોજનના રસોડાના રૂમને કોઇ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યો હતો. આ શાળાના રસોડાના રૂમનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો અને રસોડામાં રાખેલ ભારત ગેસના બોટલ નંગ-2 કિંમત 1500/-, તુવેરદાળ-48 કિલો કિંમત 3600/-, ચણાદાળ-90 કિલો કિંમત 4500/-, ચોખા-30 કિલો કિંમત 600/-, તેલના ડબ્બા નંગ-6 કિમત 7000/-રૂપીયા મળી કુલ 17,200/-રૂપીયાની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે રૂરલ પોલીસ મથકે રજનીકાંત પ્રજાપતિ દ્વારા અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.