ગોધરા, ગોધરા જૈન દેરાસરની પાસે શાંતિનગર ચોક વ્હોરવાડ પાસે ફરિયાદીના બંધ મકાનને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું. ધરના દરવાજાનું તાળું તોડી ધરના રસોડા માંથી ગેસના બોટલ સહિત પિત્તળના વાસણો તેમજ સ્ટીલના વાસણો મળી કુલ 12,700/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી જતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા જૈન દેરાસરની પાસે શાંતિનગર ચોક વ્હોરવાડ પાસે આવેલ ધીમંત ચંદ્રકાન્ત શાહના બંધ મકાનને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને ધરના દરવાજાનું તાળુંં તોડી ધરના રસોડા માંથી ગેસનો બોટલ નંગ-1 તેમજ પિત્તળ અને સ્ટીલના વાસણો જુના મળી કુલ 12,700/-રૂપીયાની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.