લુણાવાડા, મહિસાગર જીલ્લાના કાકચીયા ગામના રાજપૂત સમાજ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઇપણ કાર્યકરો કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનરો લાગ્યા છે. લોકસભાની ચુંટણી નજીક છે. ત્યારે પુરષોત્તમ રૂપાલાનો વિરોધ જે રીતે વધી રહ્યો છે. તેની અસર લોકસભા ચુંટણીમાં કેવી પડશે તે જોવું રહ્યું.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજના રાજવંશ અ ને રાજપૂત સમાજ માટે કરેલ વણી વિલાસ થી રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે અને પુરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરાઈ રહી છે. તેની વચ્ચે પુરષોત્તમ રૂપાલા દ્વારા ચુંંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રાજપૂત સમાજનો વિરોધ પણ વધી રહ્યો છે. લુણાવાડા તાલુકાના કાકચીયા ગામના રાજપૂત સમાજ દ્વારા લોકસભાની ચુંંટણીને લઈ કોઈપણ ભાજપના કાર્યકરો કે આગેવાનોએ જ્યાં સુધી પુરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ થાય ત્યાં સુધી પ્રવેશ કરવાનો નહિ તેવા બેનરો લાગ્વા છે.