દાહોદ, દાહોદમાં મુસ્લિમ સમાજએ ઇદગાહ અને દાહોદ શહેરની વિવિધ મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી રમઝાન ઈદની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. વહેલી સવારે મસ્જીદમાં ઈદની નમાજ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરો પહોંચી ગયાં હતાં.
મુસ્લિમ સમાજ માટે રમઝાન માસનું અનેરૂ મહત્વ છે. જેમાં મુસ્લિમ સમાજનાં યુવાઓ, વડીલો, મહિલાઓ, બાળકો રમજાન માસમાં રોઝા રાખી દિવસે ભૂખ્યા તરસ્યા રહી આખો મહિનો ખ઼ુદાની ઈબાદત કરતા હોય છે અને મહિનો પૂરૂં થતા ચાંદ જોવાતા તેના બીજા દિવસે ઈદની ઉજવણી કરતા હોય છે. જેમાં વાત કરીયેતો રમઝાન માસ ત્રીજા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં શરૂ થયેલ જે રમઝાન મહિનો એપ્રિલની તારીખ 10મીના રોજ ચાંદ જોવાતા એના બીજા દિવસે એટલે કે આજરોજ તા. 11મી એપ્રિલના રોજ દાહોદ શહેર સહિત જીલ્લાના મુસ્લિમ સમાજના લોકોએ ઈદની ઉજવણી કરી હતી. દાહોદની વિવિધ મસ્જિદો અને દાહોદની વર્ષો જૂની ઇદગાહમાં ઈદની નમાઝ પઢી સગા વાહલા, મિત્રો સાથે ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી.