સંજેલીમાં ઇદ ઉલ ફિત્રની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ ઇદગાહ ખાતે વિશેષ નમાઝ અદા કરાઈ

સંજેલી, સંજેલી ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસના 30 રોજા પૂર્ણ રાખી અલ્લાહ પાકની ઈબાદત, બંદગીમાં મશગુલ બન્યા હતા. જે બાદ ગતરોજ ચાંદ દેખાતા ઈદ પર્વ મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહ ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈદગાહ ખાતે સમૂહમાં નમાઝ અદા કરી હતી અને એક મેકને મળી મુબારક બાદી પાઠવી હતી અને ઇમામ સાહબ દ્વારા વિશેષ નમાજ અદા કરી દુઆ કરવામાં આવી હતી.

સંજેલી ગામે મુસ્લિમ સમાજ દ્વારા ઈબાદત ગાહ ખાતે સમૂહમાં ભેગા મળી વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. જે બાદ એક બીજાની ભેટીને ઇદની મુબારક બાદ પાઠવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજના લોકો જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.