લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ખેડા જીલ્લામાં કુલ 806 હથિયારો જમા લેવાયા અને 68 હથિયારોને મુક્તિ આપવામાં આવી

  • આચાર સંહિતાના ભાગરૂપે અટકાયતી પગલાના કુલ 3594 કેસ નોંધવામાં આવ્યા છે.

નડિયાદ,ખેડા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.07-05-2024ના રોજ યોજાનાર છે. ચૂંટણી જાહેર થતા ખેડા જીલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ચૂંટણી દરમિયાન જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી દ્વારા તા. 17/03/2024ના રોજ જીલ્લામાં રહેતા દરેક પ્રકારાના હથિયારોના પરવાનેદારોને જાહેરનામા થકી પરવાનાવાળા હથિયારો સાત દિનમાં જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો હતો.

જેના અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા પરવાનાવાળા કુલ 806 હથિયારો જમા કરાવવામાં આવ્યા છે અને 68 હથિયારોને મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત આદર્શ આચારસંહિતાના ભાગરૂપે સીઆરપીસી મુજબ અટકાયતી પગલાના કુલ 3594 કેસ નોંધવામાં આવ્યા છે.