જમિયત પૂરા ખાતે વેસ્ટ કેમિકલ પ્લાન્ટના વિરોધમાં આવેદન પત્ર આપ્યું હતું

  • બાલાસિનોર બોડેલી ગ્રામ પંચાયતે ચૂંટણી બહિષ્કાર સંદર્ભે વહીવટી તંત્ર દોડતું થયું.

બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના બોડોલી ગ્રામ પંચાયતના વિસ્તારમાં આશરે 8 વર્ષ પહેલા મેસર્સ મોર્યા એવ્યારો પ્રોજેક્ટ હેઠળ વેસ્ટ કેમિકલ ડમ્પ કરવાનો પ્લાન્ટ ભારે વિવાદ વચ્ચે કાર્યરત કરવામાં આવ્યો હતો. જેને પગલે ચાલુ સાલે બોડોલી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણીનું બહિષ્કાર કરવા અંગે આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે વહીવટી તંત્ર સમજૂતી દોડતું થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકામાં બોડોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં જમિયતપુરાની સીમમાં મેસર્સ મોર્યા એન્વારો પ્રોજેક્ટ હેઠળ વેસ્ટ કેમિકલ ડમ્પ કરવા માટેની સાઇટ કાર્યરત કરવામાં આવી છે. ત્યારે આસપાસના લોકો દ્વારા આ સાઈડ કાર્યરત તથા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભમાં પાણી લાલ થયાની અનેક ફરિયાદો ઉઠવા પણ પામી છે. ત્યારે અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હોવા છતાં પારદર્શક પરિણામ ન મળતા ગ્રામજનો દ્વારા લોકસભાની ચુંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે સંદર્ભે બાલાસિનોર મામલતદાર રાકેશભાઈ વાઘેલા ની અધ્યક્ષતામાં આજરોજ તાલુકા વિકાસ અધિકારી અવનીબા તાબિયર,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી નિહારિકાબેન સહિત સ્થાનિક અધિકારીઓ દ્વારા ગ્રામજનો અને સરપંચને સમજૂતી માટેની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં ગ્રામજનોની એક જ માંગ હતી કે આ વેસ્ટ કેમિકલ સાઇટ બંધ કરવામાં આવે તેમ જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ દ્વારા પાણીના લેવામાં આવેલા સેમ્પલો તાત્કાલિક ધોરણે રિપોર્ટ આવે અને તે રિપોર્ટમાં ખામી જણાતા તાત્કાલિક ધોરણે આ સાઈડ બંધ કરવામાં આવે તે માંગ હોવાના કારણે વહીવટી વિભાગ દ્વારા આગામી પ્રાંત અધિકારી સાથેની મીટીંગ યોજવાની વાત કરી હતી.

આગામી સમયમાં પ્રાંત અધિકારી સાથે ગ્રામજનો મિટિંગ યોજાશે….

આ બાબતે બાલાસિનોર ના મામલતદારે જણાવ્યું હતું કે, ગ્રામજનો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ દ્વારા લેવામાં આવેલ સેમ્પલનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેમ જ ત્યાં સુધી સેમ્પલ લાવે ત્યાં સુધી આ વેસ્ટ કેમિકલ સાઇટ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જ્યારે આગામી સમયમાં પ્રાંત અધિકારી સાથે ગ્રામજનોની મિટિંગ યોજવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.:- રાકેશભાઈ વાઘેલા, મામલતદાર, બાલાસિનોર

અમારી એક જ માંગ વેસ્ટ કેમિકલ સાઈટ બંધ કરો ….

આ બાબતે બોડોલી ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ અને સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે, અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ દ્વારા કુવાના પાણીના સેમ્પલ લઈ જવામાં આવી રહ્યા છે. પરંતુ આ સેમ્પલ લઈ ગયા બાદ તેનો રિપોર્ટ આજથી સુધી અમને બતાવવામાં આવ્યો નથી. જ્યારે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભમાં પાણી લાલ થવા જઈ રહ્યું છે. ત્યારે આ સાઇટ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી તેવી અમારી માંગ છે.:- અજીતસિંહ પરમાર, સ્થાનિક…