કડાણા ડેમના વરેઠમાં વરરાજા નાવડીમાં બેસીને પરણવા નીકળ્યા

  • વિકાસની વાતો વચ્ચે બેટમાં વસતા વરરાજા નાવડીમાં નીકળ્યાનો વિડીયો વાયરલ.

મલેકપુર, પહેલા કોમ્પ્યુટર યુગ બાદ તરફ વાતો વચ્ચે હાલ આર્ટિફિશિયલ જમાનો આવી ગયો છે. દેશ નહિ વિશ્ર્વ આખું વિકાસ તરફ ડગ માંડી રહ્યું છે. ત્યારે સંતરામપુર તાલુકામાં આવેલ વિસ્તારમાં નાની વરેડ ગામના ચોકાંવનારી તસવીર બહાર આવી છે. કડાણા તાલુકાના વરેઠ બેટ વિસ્તારમાં નાવડીમાં બેસીને જાનૈયાઓ પરણવા જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. કડાણા ડેમના ચેકમેટ વિસ્તારમાં કડાણા તાલુકાના વિસ્તારમાં આવેલ છે. આ નાની વરેઠ ગામની ચારે બાજુ પાણી હોવાથી નાવડી થી અવરજવર કરવી પડે છે. જીવન જરૂરિયાત ચીજ વસ્તુ બાળકોના અભ્યાસ કે કોઈપણ ગામ બહાર કામગીરી કરવા જતા નાવડી લઈને ડેમને દુવાણ વિસ્તાર હોવાથી તેઓને જમીન સંપાદન કરવા છતાં ગામજનો નાની વરેઠ ગામના રહે છે. ગામમાં બે યુવકના લગ્ન બુગડ ગામે રાખ્યા હતા એક નાવડી માં 10 લોકો બેસી શકે તેમ હોવાથી જાનમાં જાનૈયાઓને પાંચ થી છ ફેરા મારી કિનારા ગયા હતા વરરાજા અને નવી વહુ નાવડી માં નાચતા જતા 18મી સદીની ઝલક દેખાવા મળી હતી. ગામ માંથી નાવડી જ વિકલ્પ છે. જાન નાવડીમાં ગઈ હતી. જ્યારે નાની વરેડ ગામના વહીવટદારે જણાવ્યું કે, આ વિસ્તારમાં કડાણા ડેમ ચેકમેટ માં આવ્યો છ.ે અહીં અવરજવર માટે હોડનો સારો લેવો પડે છે.