ગાંધીનગર, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ પહેલા બસપા પ્રમુખ માયાવતીને મોટો ફટકો પડ્યો છે. યુપીના બિજનૌરથી સાંસદ મલૂક નાગરે બસપામાંથી રાજીનામું આપીને આરએલડીમાં જોડાયા છે.
આ એક ઐતિહાસિક રેકોર્ડ છે કારણ કે ૧૮ વર્ષ સુધી બીએસપીમાં બીજું કોઈ રહ્યું નથી. બસપામાં લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે છે અથવા તો પાર્ટી છોડી દેવામાં આવે છે.મેં ૨૦૨૨માં ધારાસભ્યની ચૂંટણી લડી ન હતી અને ન તો ૨૦૨૪માં સાંસદની ચૂંટણી લડી હતી. ઘરે બેસીને દેશ માટે કામ ન કરવું તે યોગ્ય નથી.
મહત્વનું છે કે બસપા ચીફ માયાવતીએ આ વખતે મલૂક નાગરની ટિકિટ કાપી હતી. તેમની બદલે વિજેન્દ્રસિંહને મેદાને ઉતાર્યા હતા. તેઓ ટિકિટ ન મળતા નારાજ હતા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે મલૂક નાગરની ગણતરી બસપાના કદાવર નેતાઓમાં થતી હતી તેઓ માયાવતીના ખાસ પણ ગણાતા હતા.