હરિયાણામાં સ્કૂલ બસ પલટી જવાથી ૬ બાળકોના મોત નિપજયાં

ચંડીગઢ, હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આજે સવારે એક ખાનગી શાળાની બસ કાબૂ બહાર ગઈ હતી અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં છ બાળકોના મોત થયા છે. યારે એક ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કનીબા નગર પાસે કનિના-દાદરી રોડ પર થયો હતો. મળતી માહિતી મુજબ ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી.

આ બસ ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની હતી, જેમાં લગભગ ૩૫ થી ૪૦ બાળકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં ૧૫ બાળકો ઘાયલ થવા હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે આજે સરકારી રજાના દિવસે પણ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને લેવા માટે શાળામાંથી બસ મોકલવામાં આવી હતી.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બચાવ કાર્ય શ કયુ. પાંચ બાળકોના મોત નીપયા હતા, જયારે એકની હાલત નાજુક હતી, જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો. બાદમાં આ બાળકનું પણ મૃત્યુ થયું અને મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા વધીને ૬ થઈ ગઈ.