જનલક્ષી રાજનીતિનું નવું રૂપ

લોક્સભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. વિભિન્ન પક્ષો દ્વારા ચૂંટણી ક્ષેત્રોની ટિકિટો અપાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો રેલીઓ અને સાથે રોડ શો પણ શરૂ થઈ ગયા છે. તેને જોતાં કહી શકાય કે ચૂંટણી પ્રચારમાં ભાજપ આગળ નીકળી ગઈ છે. મોદી એક લોકપ્રિય નેતા જ નહીં પરંતુ આજની જનતાંત્રિક રાજનીતિના શિલ્પી પણ છે. દેશની જનતાંત્રિક રાજનીતિમાં અનેક મોટા નેતા થયા, પરંતુ તેમાં કેટલાય જૂના ચીલે જ ચાલતા રહ્યા. કેટલાક થયા જેમણ પોતાની રાજનીતિ માટે નવો રસ્તો બનાવ્યો. જો વડાપ્રધાન મોદીની રાજનીતિને ઊંડાણથી વિશ્લેષિત કરીએ તો જણાશે કે તેણે પોતાની રાજનીતિની એક નવી જ શૈલી વિકસિત કરી છે. તે રાજનીતિના એવા શિલ્પકાર રૂપે ઉભર્યા છે, જેમણે ભારતીય પરંપરામાં પોતાનાં મૂળ જમાવેલાં છે. તેનું એક કારણ તેમનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રૂપે કાર્ય કરવાનું છે.

જો મોદીના રાજકીય ક્રિયાકલાપોની વ્યાખ્યાથી કોઈ એક સૂત્ર શોધીએ તો તે છે સતત બદલાવ – સતત નવોન્મેષ. આ નવોન્મેષની દિશા તેમની ભારતના ભવિષ્યની અવધારણાથી બને છે અને આકાર લેછે. તેમણે જે પ્રકારે ૨૦૪૭ સુધી વિકસિત ભારત અને હજાર વર્ષ બાદ ભારતનું સપનું જોયું છે, તેનું સ્વરૂપ ઉભરી આવવું આસાન છે. આ નવોન્મેષની બીજી દિશા થાકેલા, હારેલા, ઉદાસ જનમાં આશા જગાવવાની રાજનીતિ વિકસિત કરવી અને એ આશાઓને પૂરી કરવા માટે લોકોમાં ક્ષમતા નિર્માણની નીતિ પર કામ કરવાનું છે.

ગત દિવસોમાં ઉત્તર ભારતના એક ગામમાં એક પછાત સામાજિક સમૂહના યુવાઓ સાથેની ચર્ચામાં જ્યારે મોંઘવારી, ગરીબી, બેરોજગારીનો સંદર્ભ આવતો હતો, ત્યારે તેમણે કહ્યું કે હવે દેશ પહેલાં જેવી દશામાં નથી. દેશ આગળ વધી રહ્યો છે. બધાને આગળ વધવાનો રસ્તો દેખાઈ રહ્યો છે. નોકરી મળી તો ઠીક નહીં તો કંઇક ધંધો કરી લઈશું. બેંક લોન, સ્ટાર્ટઅપની અનેક યોજનાઓ ચાલે જ છે ને? આ ચર્ચાથી લાગે કે તળિયાના લોકોમાં એક પ્રકારની આશા જાગી છે અને જડતા તૂટી છે. બનારસ, અયોયા, ઉજ્જૈન જેવા તીર્થોના આધુનિકીકરણે મોટાપાયે તીર્થયાત્રીઓને આકર્ષિત કર્યા છે. ઉત્તર પ્રદેશના પર્યટન વિભાગ અનુસાર ૨૦૨૩માં ઉત્તર પ્રદેશમાં ૪૮ કરોડ પર્યટક આવ્યા, જેમાંથી ૧૬ લાખ બહારના દેશોના હતા. પર્યટકોના આવાગમને આ તીર્થ સ્થળોની આસપાસના ગામો, કસ્બામાં નાણાંનો પ્રવાહ વરસાવ્યો છે. તેનાથી પણ લોકોમાં જડતા તૂટી છે અને વિકાસની આશા જાગી છે.

મોદીની રાજકીય શૈલીનું એક તત્ત્વ લોકોમાં ભવિષ્ય પ્રત્યે આશા સર્જન કરવાનું પણ છે. મોદી એક એવા રાજનીતિજ્ઞ છે, જેમણે પોતાની રાજનીતિના ભવિષ્યને વિમર્શનો વિષય બનાવ્યો છે. પહેલાંના કેટલાય વડાપ્રધાન કાં તો સમકાલીન સમસ્યાઓના દબાણમાં કે પોતાની દૃષ્ટિગત સીમાને કારણે નાના કળખંડો તથા પંચવર્ષીય વિકાસની યોજનાઓમાં જ બંધાયેલા રહ્યા. તેમની પાસે દીર્ઘકાલીન ભવિષ્યનું વિઝન ન હતું. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ભાષણોને સાંભળીએ તો ‘ભવિષ્ય’ શબ્દ તેમાં તમને કદાચ જ સાંભળવા મળે. રામમનોહર લોહિયાએ એક આલેખમાં ભારતીય રાજનીતિના આ સંકટ તરફ ઇશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતમાં રાજકીય પક્ષોમાં ભવિષ્ય વિશે વિચારવાની ક્ષમતા નથી.

વડાપ્રધાન મોદીની રાજકીય શૈલીમાં એક અન્ય તત્ત્વ સત્તાની રાજનીતિને સામાજિક રાજનીતિમાં રૂપાંતરિત કરવાનું છે. તેઓ વારંવાર કહે છે કે સત્તાની રાજનીતિથી પાર જઈને આપણે સમાજને પોતાની રાજનીતિ સાથે જોડવો પડશે. અહીં તે આપણને મહાત્મા ગાંધીની શૈલી જણાવે છે, જ્યાં તેઓ વિદેશી સામ્રાજ્યવાદ વિરુદ્ઘ પોતાના સંઘર્ષને અછૂતોના દ્ઘાર, પંથક એક્તા અને એનેક સામાજિક કુરીતિઓ વિરુદ્ઘ પોતાના અભિયાનોથી બળ પ્રદાન કરતા હતા. મોદીએ પણ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સામાજિક પરિવર્તન સાથે જોડવાની સાથે અનેક નાના-નાના સામાજિક મુદ્દાને પણ પોતાની વ્યાપક રાજનીતિમાં સ્થાન આપ્યું છે.