ઈતિહાસ સાક્ષી છે કે, કોણે દેશને વિભાજિત કરનારી શક્તિ સાથે હાથ મિલાવ્યો છે,રાહુલ ગાંધી

નવીદિલ્હી, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ભાજપ દ્વારા વારંવાર ’મુસ્લિમ લીગની છાપ’ના પ્રહાર વચ્ચે હવે આજે રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ’ઈતિહાસ સાક્ષી છે કે, કોણે દેશને વિભાજિત કરનારી શક્તિ સાથે હાથ મિલાવ્યો છે. રાજકીય મંચ પર જૂઠ બોલવાથી ઈતિહાસ નથી બદલાતો.’

રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું કે, ’૨૦૨૪ની લોક્સભા ચૂંટણી બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે. એક બાજુ કોંગ્રસ છે જેણે હંમેશા ભારતને એકજૂઠ કર્યું છે અને બીજી બાજુ એ (ભાજપ) છે જેણે હંમેશા લોકોને વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો છે.’

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ’ઈતિહાસ સાક્ષી છે કે દેશને વિભાજિત કરનારી શક્તિઓ સાથે કોણે હાથ મિલાવ્યા છે તથા તેમને મજબૂત કર્યા છે અને કોણ દેશની એક્તા અને આઝાદી માટે લડાઈ લડ્યા છે. તેમણે કહ્યું કે, ’ભારત છોડો આંદોલન’ દરમિયાન અંગ્રેજો સાથે કોણ ઊભુ હતું? જ્યારે ભારતની જેલો કોંગ્રેસના નેતાઓથી ભરાયેલી હતી ત્યારે દેશને વિભાજિત કરનારી શક્તિ સાથે રાજ્યોમાં સરકાર કોણ ચલાવી રહ્યું હતું?’

તેમણે કહ્યું કે, ’રાજકીય મંચ પર જૂઠ બોલવાથી ઈતિહાસ નથી બદલાતો. રાહુલ ગાંધીની આ ટિપ્પણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર કરવામાં આવેલા પ્રહાર વચ્ચે આવી છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ’મુસ્લિમ લીગની છાપ’ છે. કોંગ્રેસે આ ટિપ્પણી વિરુદ્ધ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. પાર્ટી અયક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મોદીના ભાષણોમાં આરએસએસની ગંધ છે.’કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, ’વડાપ્રધાન હિન્દુ-મુસ્લિમ સ્ક્રિપ્ટનો સહારો લઈ રહ્યા છે કારણ કે, તેમને ડર છે કે લોક્સભા ચૂંટણીમાં તેમને ૧૮૦ની સીટનો આંકડો પાર કરવામાં પણ સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે.’

કોંગ્રેસે ભાજપ પર પલટવાર કરતા કહ્યું છે કે, ’જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી જેઓ તે સમયે હિન્દુ મહાસભાના અયક્ષ હતા. તેઓ પોતે ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં મુસ્લિમ લીગ સાથે બંગાળમાં ગઠબંધન સરકારનો ભાગ હતા.’