ગાઝા, ઈઝરાયલે હમાસ સાથે ભીષણ યુદ્ધ વચ્ચે ફરી એકવાર હિઝબુલ્લાને નિશાન બનાવ્યું છે. ઈઝરાયની સેનાએ બુધવારે પરોઢિયે લેબનોનના જૂથ હિઝબુલ્લાના કબ્જો નિષ્ફળ કરવા સીરિયામાં તેના અનેક ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો.
ગાઝામાં હમાસના આતંકવાદીઓ સાથે લડતા ઈઝરાયલ ઘણીવાર કહી ચુક્યું છે કે તે હિઝબુલ્લાનો સામનો કરવા પણ તૈયાર છે. તાજેતરના દિવસોમાં હિઝબુલ્લાને નિશાન બનાવતા ઈઝરાયલે હુમલા પણ વધુ કર્યા છે.ઈઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે સચોટ ગુપ્ત માહિતીના આધારે લશ્કરી માળખા પર હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન દ્વારા સીરિયન મોરચે કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલે બોમ્બ ધડાકાનો વીડિયો પણ જાહેર કર્યો છે.
ઈઝરાયેલની સેના વતી એવું કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલ સીરિયાના શાસનને તેના વિસ્તારમાં થઈ રહેલી તમામ ગતિવિધિઓ માટે જવાબદાર માને છે. સેના સીરિયાના મોરચા પર હિઝબુલ્લાહની પકડ મજબૂત કરી શકે તેવી કોઈપણ કાર્યવાહીને મંજૂરી આપશે નહીં. સૈન્યએ એ પણ અહેવાલ આપ્યો છે કે છેલ્લા કેટલાક કલાકોમાં એ દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહના ઘણા લક્ષ્યો અને આતંકવાદી માળખા પર હુમલો કર્યો હતો. દક્ષિણ લેબેનોનના ધાયરા અને તાયેર હરફા વિસ્તારમાં ખતરાને દૂર કરવા માટે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે.
બ્રિટન સ્થિત મોનિટરિંગ ગ્રુપ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે ઈઝરાયેલના જેટ વિમાનોએ સોમવાર અને મંગળવારે મોડી રાત્રે સીરિયામાં હુમલા કર્યા હતા. દક્ષિણ સીરિયાના ધાયરા ક્ષેત્રમાં એક શ અને દારૂગોળો ભંડાર નષ્ટ કરવામાં આવ્યો છે. એક લશ્કરી થાણું પણ નષ્ટ કરવામાં આવ્યું હતું જેનો ઈરાન અને હિઝબુલ્લાહ સમથત આતંકવાદીઓ ગોલાન હાઇટ્સ પર રોકેટ ફાયર કરવા માટે ઉપયોગ કરતા હતા. ગૃહ યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલી દળોએ સીરિયાની અંદર સેંકડો હુમલાઓ કર્યા છે, ખાસ કરીને ઇરાની તરફી સ્થાનોને નિશાન બનાવીને.