હાલોલ,
શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે દેવ દિવાળીના પાવન પર્વને અનુલક્ષીને મંગળવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું.
હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે દેવ દિવાળીના પાવન પર્વને અનુલક્ષીને મંગળવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીના પાવન અવસરના પાવન દિવસે શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે યોજતા અન્નકૂટનો શ્રી નારાયણ ભક્તોમાં અનેરો મહિમા અને શ્રદ્ધાભાવ હોવાને લઈને દેવ દિવાળીના દિવસે યોજાયેલા અન્નકૂટમાં વહેલી સવારથી જ શ્રી નારાયણ ભક્તો મહાન સંત શ્રી પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી નારાયણ બાપુની તપોભૂમિ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અન્નકૂટના દર્શન કર્યા હતા જેમાં પરમ પૂજ્ય શ્રી બ્રહ્મલીન નારાયણ બાપુ ની ગુફા ખાતે 56 વિવિધ પ્રકારની મીઠાઈઓના ભોગના થાળ ધરાવવામાં આવ્યા હતા જોકે દેવ દિવાળીના પાવન દિવસે જ પૂર્ણ સમયના ચંદ્રગ્રહણનો યોગ હોવાને લઈને શ્રી નારાયણ ગામ તાજપુરા ખાતે ચંદ્રગ્રહણને અનુલક્ષીને વહેલી સવારે 5:30 વાગ્યા થી 11:00 વાગ્યા સુધી જ મંદિર ખાતે અન્નકૂટના દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં મંદિર પરિસર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમાં પ્રાર્થના સભા પણ યોજવામાં આવી હતી જ્યારે મોટી સંખ્યામાં પધારેલા શ્રી નારાયણ ભક્તોએ મહાન સંત શ્રી પરમ પૂજ્ય શ્રી બ્રહ્મલીન નારાયણ બાપુની ગુફા ખાતે 56 ભોગની મીઠાઈઓના અન્નકૂટના દર્શન કરી પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી જ્યારે તમામ ભક્તજનોએ શ્રી નારણ ધામ તાજપુરા ખાતે મહાપ્રસાદીનો પણ લ્હાવો પણ લઈ ધન્યતા અનુભવી હતી.