મહીસાગર જિલ્લા LCB દ્વારા એકજ દિવસમાં બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા


લુણાવાડા,
મહીસાગર જીલ્લા પોલીસ વડા રાકેશ બારોટ નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ. કે.સી. સિસોદિયા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફનાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બાકોર પો.સ્ટે પ્રોઈબી ગુનાના નાસતો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ ઉર્ફે દિપકસિંહ યશવંતસિંહ ચૌહણ રહે.બુટીયા તા.માલપુર જી.અરવલ્લી નાનો હાલ અમદાવાદ નરોડા, મોડાસા હાઇવે રોડ પાસે આવેલ હંસપુરા ખાતે રહી વેપાર ધંધો કરે છે. તેવી બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. ક્રુષ્ણકુમાર રઘુનાથભાઈ તથા આહેકો મહિપાલસિંહ ઉમેદસિંહ તથા બીજા સ્ટાફના માણસો સાથે સદર બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત ગુનાનો નાસતો ફરતો આરોપી મળી આવતા તને ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાકોર પો.સ્ટે. સોંપવામાં આવેલ હતો જો બીજી તરફ સંતરામપુર પો.સ્ટે અપહરણ મુજબના કામનો નાસતો ફરતો આરોપી દિવાનભાઈ રેવલાભાઈ ભાભોર રહે.ભંભોરી તા.જી.દાહોદનાનો વડોદરાથી ગોધર થઈ તેના વતન તરફ જનાર છે તેવી બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો ગોધર ચોકડી ખાતે વોચમાં રહેલ દરમ્યાન ઉપરોક્ત ગુનાનો નાસતો ફરતો આરોપી આવતા તેને ઝડપી સંતરામપુર પો.સ્ટે સોંપવામાં આવ્યો હતો આમ મહીસાગર જિલ્લા કઈઇ દ્વારા એકજ દિવસમાં બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.