જે સોશ્યલ મીડિયા ૨૦૧૦માં આશાઓનું પ્રતીક બનીને ઉભરી રહ્યું હતું, તે ૨૦૨૦ આવતાં આવતાં ફેક ન્યૂઝ અને લોકોના રાજકીય વિચારોને પ્રભાવિત કરવા જેવા આરોપોનો શિકાર થઈ ગયું. માત્ર દસ વર્ષમાં જ લોકો હવે સોશ્યલ મીડિયા પર પોતાના અભિપ્રાય પોસ્ટ કરવાથી બચવા લાગ્યા છે. પોસ્ટ કરવાનો મતલબ ટેક્સ્ટ, ઇમેજ ફોર્મમાં ખુદને અભિવ્યક્ત કરવાનો છે. લોકો લોગઇન તો કરે છે, પરંતુ બહુ ઓછા લોકો પોસ્ટ કરી રહ્યા છે. લોકો લગભગ રોજ બે કલાક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે એક્સ જેવા સોશ્યલ મીડિયાને સ્ક્રોલ કરતાં સમય વિતાવે છે, પરંત તેમની આખરી પોસ્ટ એક વર્ષ પહેલાંની હોય છે. ક્યારેક ક્યારેક લોકો સ્ટોરી ચોક્કસ શેર કરે છે, પરંતુ તે ચોવીસ કલાક બાદ ગાયબ થઈ જાય છે. કોઈ પ્રકારના વિવાદથી બચવા માટે લોકો હવેે એમ વિચારવા મજબૂર થઈ ગયા છે કે એ વાત પર ઝગડવાની જરૂર નથી કે કોણે કોને વોટ આપ્યો કે કોઈ શું વિચારે છે. હવે તેઓ આમને-સામને કે સમૂહ ચેટને પ્રાથમિક્તા આપે છે, જેને ‘ખાનગી નેટવકગ’ કહેવાઈ રહ્યું છે.
વપરાશર્ક્તાઓના સર્વેક્ષણ અને ડેટા-એનાલિટિક્સ ફર્મોની શોધ અનુસાર, અબજો લોકો સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરે છે, પરંતુ તેઓ ઓછી પોસ્ટ કરી રહ્યા છે અને મોટાભાગે નિષ્ક્રિય અનુભવનો આનંદ લઈ રહ્યા છે. તેઓ હજુ પણ લોકોની સોશ્યલ મીડિયા ફીડ જોવામાં કે રીલ જોવામાં સમય વિતાવી રહ્યા છે, પરંતુ તેઓ હવે પોતાનો અભિપ્રાય મૂકવામાં એટલા સક્રિય નથી રહ્યા. એટલે કે આ ટાઇમ પાસ કરવાનો રસ્તો બની ચૂક્યું છે. ડેટા ઇન્ટેલીજન્સ કંપની મોનગ કન્સલ્ટના ઓક્ટોબર રિપોર્ટમાં, સોશ્યલ મીડિયા એકાઉન્ટવાળા ૬૧ ટકા વયસ્ક અમેરિકી ઉત્તરદાતાઓએ કહ્યું કે તેઓ જે પોસ્ટ કરે છે, તેના વિશે વધુ ચયનાત્મક થઈ ગયા છે, એટલે કે હવે લોકો શું પોસ્ટ કરવું છે, તેના વિશે વિચારવા લાગ્યા છે.
ભારત પણ તેમાં અપવાદ નથી. ભલે આપણા વિશાળ સોશ્યલ મીડયા યુઝર બેઝને કારણે અહીં એવું ન દેખાતું હોય, પરંતુ હવે લોકો સોશ્યલ મીડિયા પર ઓછી પોસ્ટ શેર કરી રહ્યા છે. તેના કેટલાય કારણ છે. આ શોધના હિસાબે લોકો માનવા લાગ્યા છે કે તેઓ જે સામગ્રી જુએ છે, તેને નિયંત્રિત નથી કરી શક્તા. તેઓ પોતાના જીવનને ઓનલાઇન મૂકવા પ્રત્યે પણ વધુ સુરક્ષાત્મક થઈ ગયા છે અને પોતાની નિજતાની પણ ચિંતા થવા લાગી છે. સોશ્યલ મીડિયા પર ટ્રોલર્સની વધતી સંખ્યાને કારણે પણ લોકોની મજા બગડી ગઈ છે.
આ સોશ્યલ મીડિયા કંપનીઓના વ્યવસાય માટે ખતરો છે. વપરાશર્ક્તાઓને વધુને વધુ શેર કરવાને કારણે જ તેઓ દુનિયાની સૌથી શક્તિશાળી કંપનીઓ અને પ્લેટફોર્મોમાંથી એક બની ગઈ છે. મજેદાર વાત એ છે કે તેમાંથી કોઈપણ કંપની કોઈ પ્રોડક્ટ નથી બનાવતી, તેમ છતાં તે દુનિયાની સૌથી મોટી નફો કરતી કંપનીઓ બની ગઈ છે. દેખીતું છે, લોકોની કંઇક ને કંઇક કહેવાની આદતને કારણે એટલે કે માત્ર યુઝર જનરેટેડ કન્ટેન્ટને કારણે આ કંપનીઓ નફો કમાઈ રહી છે.
ભારતમાં બેશક હાલમાં અમેરિકા જેવી સ્થિતિ નથી, પરંતુ લોકો પોતાની નિજતાની સુરક્ષા માટે બધું જ સોશ્યલ મીડિયા પર મૂકવાની માનસિક્તાથી દૂર થઈ રહ્યા છે. તેનું એક મોટું કારણ સોશ્યલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે કરવા ઉપરાંત મીડિયા લિટરસીનો પ્રચાર-પ્રસાર પણ છે. એમ પણ સોશ્યલ મીડિયા પર આવતાં જ ગ્રાહકો ડેટામાં તબદીલ થઈ જાયછે. આ પ્રકારે દેશમાં દર સેકંડે અસંખ્ય માત્રામાં ડેટા જનરેટ થઈ રહ્યો છે, જેનો ફાયદો ઇન્ટરનેટના વ્યવસાયમાં લાગેલી કંપનીઓને થઈ રહ્યો છે.
સત્તાવાર રીતે સોશ્યલ મીડિયાતી ભારતમાં કેટલો રોજગાર પેદા થયો, તેનો ઉલ્લેખ નથી મળતો, કારણ કે આ તમામ કંપનીઓ આના સંબંધિત આંકડા જાહેર નથી કરતી. સાથે જ પ્રત્યક્ષ રોજગાર ઘણો ઓછો હોવાનો સંકેત આ કંપનીઓના કર્મચારીઓની ઓછી સંખ્યાથી પ્રમાણિત થાય છે. હવે સોશ્યલ મીડિયા કંપનીઓ ઉપયોગર્ક્તાઓને વધુ વ્યક્તિગત અનુભવ આપવા તરફ અગ્રેસર છે. તેઓ મેસેજિંગ જેવા વધુ અંગત અનુભવોમાં રોકાણ કરી રહી છે અને વાતચીતને વધુ સરિક્ષત બનાવી રહી છે, જેમાં લોકોને અંતરંગ સાથીઓ માટે પોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવા પણ સામેલ છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં ક્લોઝ ફ્રેન્ડ્સ ફીચર જારી થયું છે. આ બધા છતાં સોશ્યલ મીડિયાથી લોકોની વધતી અરચ કોઈ નવા માયમના વિકાસનું બહાનું બનશે કે નવા યુઝરની વધતી સંખ્યા તેને જ જાળવી રાખશે તે જોવું રસપ્રદ રહેશે.