મેષ (અ.લ.ઈ.): આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી અને કામકાજમાં સાવધાની રાખવી તેમજ પારિવારિક જવાબદારીમાં વધારો થશે અને વિધ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરશે.
વૃષભ (બ.વ.ઉ.): આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા રહેશો તેમજ ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે અને માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો.
મિથુન (ક.છ.ઘ.): આ રાશિના જાતકોને મહેનતનું સારું ફળ મળશે અને મનોકામના પૂર્તિ માટે સમય સારો છે અને કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી તેમજ જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે.
કર્ક (ડ.હ.) :કર્ક રાશિના જાતકોને વડીલો દ્વારા આશીર્વાદ મળશે તેમજ નજીકના સંબંધીથી સહયોગ મળશે અને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે તેમજ નવું કામ કરવાના યોગ સારા બને છે.
સિંહ (મ.ટ.): સિંહ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે અને ઉતાવળ કરશો તો નુક્સાન થશે તેમજ સંતાનો સાથે મતભેદ રહેશે, મુસાફરીના યોગ બને છે .
કન્યા (પ.ઠ.ણ.): આ રાશિના જાતકોને આપની શિથિલતા નુક્સાન કરાવશે તેમજ રોકાણમાં કાળજી રાખી કામ કરવું અને સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે, કામકાજમાં મહેનત વધુ રહેશે.
તુલા (ર.ત.): તુલા રાશિના જાતકોને ભાગીદારીવાળા કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું .
વૃશ્ર્ચિક (ન.ય.) : શેરબજારમાં સારા લાભની સંભાવના છે અને વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય તેમજ ધંધાકીય પ્રવાસના યોગ બને છે, પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.
ધન (ભ.ધ.ફ.ઢ.):વ્યવસાયમાં નવા અવસર મળશે અને સમય આપને અનુકૂળ બનશે તેમજ કામકાજની કદર થશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી
મકર (ખ.જ.): જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો અને નાના-મોટા પ્રવાસની સંભાવના છે તેમજ ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો અને કોઈ શુભ સમાચાર મળશે.
કુંભ (ગ.શ.સ.ષ.): પસંદગીના કામમાં આનંદ મળશે અને પરિવારજનોથી ઉત્તમ લાભ થશે તેમજ નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે.
મીન (દ.ચ.ઝ.થ) : ધનનું સારું સુખ મળશે અને પરિવારમાં તણાવ રહેશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થશે, માલ-મિલક્તને લગતા કામમાં ફાયદો થશે.