બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયતમાં આવેલા જમીયતપુરા પાસે વેસ્ટ કેમિકલ કંપની છેલ્લા પાંચ વર્ષથી ભારે વિવાદ વચ્ચે કાર્યરત છે. ત્યારે બોડેલી ગ્રામ પંચાયતે ચુંટણી બહિષ્કારની ચિમકી આપ્યા બાદ ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપ્યુ હતુ.
ભોગીયા કિનારી ગામના ગ્રામજનોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, જમીયતપુરા ગામની સીમમાં આવેલી કેમિકલ કંપની દ્વારા આ સાઈઝમમાં ઝેરી કેમિકલ વેસ્ટ કચરો અને ધન કચરો નાંખવામાં આવે છે. જેનાથી ભુગર્ભમાં જળ દુષિત થાય છે અને હાલ સિંચાઈના કુવામાં કેમિકલવાળુ પાણી આવતુ હોવાનુ જોવા મળે છે.જેથી હાલ કુવાનુ પાણી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. આ અંગે વારંવાર મોૈખિત તેમજ લેખિત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ કાયમી ધોરણે આ ડમ્પિંગ સાઈટને બંધ કરવામાં નહિ આવે તો આવનાર લોકસભાની ચુંટણીમાં પંથકના ગામોના લોકો ચુંટણી બહિષ્કાર કરશે ની ચિમકી સાથે પ્રાંત અધિકારીને આવેદન આપ્યુ હતુ.