ખાનપુર, ખાનપુર તાલુકાના નરોડા બીટના ઉમરીયા જંગલમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા જંગલમાં ટીમરૂ, સાગી, કોપીસ, અન્ય વૃક્ષ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. બપોરના સમયે આગ લાગતા અને પવન હોવાથી આગ જંગલમાં ફેલાઈ હતી. આગથી જંગલમાં રહેતા જંગલી જાનવર તથા પક્ષીઓ આગની ઝપેટ આવતા આગમાં હોમાયા હતા. જંગલમાં આગ લાગી હોવાની જાણ ગ્રામજનોએ વનવિભાગને કરી હતી. ડી.ડી.ગોહિલ રાઉન્ડ ફોરેસ્ટર બાકોર અને એસ.પી.સીસોદીયા સહિત બીટગાર્ડ ધટના સ્થળે પહોંચ્યા હતા. વનવિભાગનો સ્ટાફ અને ગ્રામજનોએ જંગલની આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.