દે.બારીયાના સાગારામા ગામે માનસિક અસ્વસ્થ આધેડ ઉપર રીંછે માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડાયો

દે.બારીયા, પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા તાલુકાના સાગારામા ગામ ખાતે ગોધરા તાલુકાના ગોલ્લાવ નજીક સોટમહુડા ગામનો માનસિક રીતે અસ્વસ્થ 45 વર્ષીય શંકર બીજલ કોળીને વન વિભાગ બારીયા રેન્જના સાગારામા ગામે તા.06.04.2024 ના રોજ રાત્રીના સમયે વન્ય પ્રાણી રીંછ દ્વારા હુમલો કરી આંખ, નાંક તથા કપાળના ભાગમાં ગંભીર ઇજા પહોચાડેલ હતી. તા.07.04.2024 ના રોજ બપોરે 12.00 કલાકે હદના વનકર્મીઓના ફેરણા દરમ્યાન સાગારામા વનકુટીર પાસે ટ્રેન્ચમા આ માણસ પડેલો જોવા મળેલ, જેને સ્ટાફના વનકર્મીઓએ બહાર કાઢી તાત્કાલિક 108 ને જાણ કરી દેવગઢ બારીઆની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા બારીયા રેન્જના આરએફઓ પુરોહિત સ્ટાફ સાથે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ઇજા પામનાર આધેડના જરૂરી કાગળો કરી વધુ સારવાર માટે તજવીજ હાથ ધરી હતી.

માનસિક રીતે અસ્વસ્થ જણાતા આ આધેડને માથાના ભાગે વધુ ગંભીર ઈજાઓ હોય વધુ સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો.